________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) ભાવાર્થ:—પૂર્ણિમાના ચંદ્રસમાન આત્મા જાણવા અને ચન્દ્રની જ્યોના સમાન પ્રકાશક જ્ઞાનરૂપ ભાનુ જાણવા; જ્ઞાનને અત્ર ભાનુ કથીને ઉપમા આપી છે. પૂર્ણિમાના ચન્દ્ર સમ્પૂર્ણ કલાથી વિરાજીત હાય છે. વાદલના સમૂહની પેઠે કર્મદલની સ્થિતિ જાણવી, આત્માને કર્મ લાગેલાં છે તે પણ આત્માના મૂળ સ્વભાવ તા શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ અનાવૃત (અનાચ્છાદિત) છે.
પૂર્ણિમાના ચન્દ્રને ચારે તરફથી વાદળાંના સમૂહ ઢાંકી દે છે તાપણુ, ચન્દ્રના ઝાંખા ઝાંખા કિષ્ચિત પ્રકાશ પડે છે. ચન્દ્રના મૂળસ્વભાવ અનાવૃત છે, તેથી તે વાદળાંથી રહિત થાય છે. ચન્દ્રની ચારે તરફ વાદળાં ફરી વળે તેાપણ ચન્દ્રના પ્રકાશના વસ્તુતઃ નાશ થતા નથી; ફક્ત પ્રકાશના ઉપર આવરણ આવવાથી તિાભાવે પ્રકાશ રહે છે. તે પ્રમાણે આત્માના અસંખ્યાત પ્રદેશાને જ્ઞાનાવરણીયાદિ કર્મ અનાદિકાળથી લાગેલા હાય છે, તેથી આત્માને જ્ઞાનપ્રકાશ આચ્છાદિત થાય છે, અર્થાત્ આત્માનું જ્ઞાન તિાભાવે હાય છે. જેમ જેમ કર્મનાં આવરણ ટળે છે, તેમ તેમ જ્ઞાનના આવિર્ભાવ થતા જાય છે. સંસારી આત્માનું લક્ષણ નીચે પ્રમાણે જાણવું.
૫ ફોજ
2
यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संर्त्ता परिनिर्वाता, स ह्यात्मा नान्यलक्षणः ॥
જે કર્મનેા કર્તા છે અને કમઁફલના ભાક્તા છે, ચતુર્ગતિમાં જે ભ્રમનાર છે અને જે કર્મપટલના પરિનિર્વાતા છે તેજ આત્મા જાણવા. આત્મા કહેા, જીવ કહેા, પ્રાણી કહેા વા સત્ત્વ કહા ઇત્યાદિ શબ્દો ચેતનને કથે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગવડે આત્મા કર્મને ત્ત બને છે. આત્મા કર્મના કત્ત છે એમ કથવાથી, સાંખ્યવાદનેા-આત્મા કે જે કર્મના કર્તા વસ્તુતઃ છેજ નહિ તેનેા-પરિહાર કર્યો. જ્યારે સાંખ્યના આત્મા કર્મના કર્તા નથી ત્યારે તે કર્મના બાક્તા પણ ન ઠરે એ સ્વાભાવિક છે. સાંખ્યના મત માનનારાઓનું તપ, જપ, શિખામુંડન અને સંન્યાસગ્રહણુ વગેરેનું સાર્થકપણું સિદ્ધ ઠરતું નથી, કારણ કે જ્યારે આત્મા કર્મના કર્તા તથા ભાક્તા નથી, ત્યારે તેને દુઃખ પણ ન થવું જોઇએ અને ધર્મક્રિયા પણ ન કરવી જોઇએ, ઈત્યાદિ વિરોધો આવે છે, અર્થાત્ વ્યવહાર નયવડે કર્મના કર્તા તથા ભેાક્તા આત્મા માનવા જોઇએ ત્યારે જ ઉપર્યુક્ત સર્વ વાતની સિદ્ધિ
For Private And Personal Use Only