________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરૂષે અન્ય સ્ત્રી પર આસક્ત થવાથી રાવણની પેઠે નષ્ટ થયા છે. રાવણસમાન કઈ બળવાનું નહોતે, પણ પિતાની સ્ત્રી છતાં અન્ય (સતી સીતા - પર આસક્ત થવાથી અને સર્વ હાર્યો.
જે પુરૂષ અન્ય સ્ત્રીની ખુબસુરતીમાં મેહ પામીને, અનીતિના માર્ગે ચાલે છે તેની ખુવારી થયાવિના રહેતી નથી. જેવું કર્મ કરવામાં આવે છે તેવું ફળ પામવામાં આવે છે. પાપકર્મ કરીને કેાઈ પુણ્યનું ફળ ભેગવનાર નથી. લીંબડો વાવીને કેઈ આમ્રફળનો આસ્વાદ કરી શકતો નથી; મુંજ જેવા રાજાએ પરસ્ત્રીની સાથે દોસ્તી બાંધી તેથી તે અગતે ઘેર ઘેર ભિક્ષા માગવાનું મહાદ:ખ પામ્યો અને તેના શરીરને નાશ કરવામાં આવ્યો અને તેની ખોપરીપર કાગડાની ચાંચ પડી-ઈત્યાદિ વાત જાણવી હોય તેને ભેજપ્રબંધ વગેરે ગ્રન્થ જેવા. તેમજ ધવળ શેઠે શ્રીપાલની સ્ત્રી ઉપર ખરાબ દૃષ્ટિ ધારણ કરી તેથી, તે અને દુ:ખના સાગરમાં પડ્યો અને મરણ પામે. કરણ ઘેલાએ પિતાના મંત્રીની સ્ત્રી પર વિષયરાગ ધારણ કરીને અનીતિનો માર્ગ લીધે, તેથી તેણે ગુર્જર દેશનું રાજ્ય ગુમાવ્યું અને તેની સ્ત્રીને અલ્લાઉદ્દીન બાદશાહે પોતાની બેગમ કરી; એ રીતે કરણ ઘેલાના અપકૃત્યથી ગૂર્જરદેશ પરતત્ર થયો. કૌરવોએ પાંડેની સ્ત્રી દ્રૌપદીનાં ચીર તણાવ્યાં અને પરસ્ત્રીની લાજ લેવા ધારી ત્યારથી, ભારત દેશ ક્ષયકર મહાભારત યુદ્ધનો સંકલ્પ પાંડવેના મનમાં થયું અને અને ભીમે પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે દુઃશાસનનો નાશ કર્યો અને સકળ કર રણમાં નાશ પામ્યા; ભારત દેશની પડતીનાં લક્ષણ આરંભાયાં. સિદ્ધરાજે રાણું રાખેંગારની સ્ત્રી રાણકદેવીનાપર મેહ ધર્યો તેથી અને તે શ્રાપ પામ્યો અને તેની દુર્દશા થઈ. મુસલમાન બાદશાહોએ પારકી સ્ત્રીઓનાપર જુલમ ગુજાયો તેથી તેઓની પડતી થઈ. મરાઠાઓ પણ પરસ્ત્રીના ફંદમાં ફસાવા લાગ્યા તેથી, તેઓને અસ્ત થવા લાગે. પરસ્ત્રીને સંગ કરીને કોઈએ અદ્યાપિ પર્યત સુખ લીધું નથી અને કઈ લેશે પણ નહીં. - જે પુરૂષે પરસ્ત્રીના ઘરમાં પ્રવેશ કરે છે, તે પિતાની પ્રતિષ્ઠા અને નીતિને ભંગ કરે છે, તેથી તેઓ સત્ય સુખ પામવાને શક્તિમાન થતા નથી. લૌકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, ઈન્દ્ર સરખા પણ પરસ્ત્રીના પ્રેમથી શ્રાપ પામ્યા અને અશાન્તિના ખાડામાં ઉતર્યા. જે દેશને અને જે રાજ્યને અસ્ત થવાનો હોય છે તેમાં પરસ્ત્રી આસક્ત દોષ લાગુ પડે છે. જે ધર્મે આખી દુનિયામાં ફેલાય હાય છે તે ધર્મના નેતાઓમાં પણ વ્યભિચાર દોષ ઉભવે છે તે, તે ધર્મની પાયમાલી થાય છે. પરસ્ત્રીઓના પાસમાં ફસાવાથી દેવતાઓમાં લડાઈ
For Private And Personal Use Only