________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨ )
पद ५५.
(ા ધન્યાશ્રી.) चेतन आपा कैसे लहोइ. चेतन । सत्ता एक अखंड अबाधित, इह सिद्धान्त पख जोइ.॥चेतन॥१॥ अन्वय अरु व्यतिरेक हेतुको, समज रूप भ्रम खोइ । आरोपित सर्वधर्म औरहे, आनन्दघन तत सोइ.॥ चेतन० ॥२॥
ભાવાર્થ-પિતાના આત્મસ્વરૂપને કેવી રીતે પામી શકાય? ચેતન પ્રશ્ન કરીને કહે છે કે, આત્માને આત્મરૂપે અનુભવ્યાવિના આત્મતત્ત્વની પ્રતીતિ થતી નથી, માટે આત્માની સત્તા એક છે, આત્મા અખંડ છે, આત્માના અસંખ્યાત પ્રદેશ છે, આમાના એક પ્રદેશને પણ કદી નાશ થયો નથી અને થવાનો નથી, આત્માની સત્તા કદી ખંડિત થતી નથી, આત્માના ચિતન્ય ધર્મની સત્તાને કદી બાધ થતો નથી; એમ સિદ્ધાન્તોના પક્ષથી આત્માનું સત્તામાં રહેલું સ્વરૂપ જાણવું જોઈએ. કર્મગ્રન્થ, તત્ત્વાર્થસૂત્ર, વિશેષાવશ્યક, આચારાંગ અને ભગવતીસૂત્ર વગેરે સિદ્ધાતોથી આત્માનું સમ્યક્ સ્વરૂપ અવબોધી શકાય છે. ચર્ચા કરવે જય સરવે અવયઃ ચરમાવે ચરમાવઃ સ્થતિ: જેના સત્વથી જેનું સત્ત્વ હોય તે અન્વય હેતુ જાણો અને જેના અભાવે જેનો અભાવ હોય તેને વ્યતિરેક હેતુ મથે છે. આમાનું અસ્તિત્વ છેતે જ્ઞાનનું અસ્તિત્વ છે; જ્યાં આત્મા નથી ત્યાં જ્ઞાન નથી.-જેમ જડ વસ્તુઓ. આ પ્રમાણે આત્માની સિદ્ધિ અન્વય અને વ્યતિરેકથી થાય છે, આત્મા છે, આત્મા કર્મનો કર્યા છે અને આત્મા કર્મને ભક્તા છે. તેમજ આમા કર્મનો સંહર્તા છે, આમા કર્મથી મૂકાય છે, તેથી મેક્ષ છે અને મોક્ષના ઉપાય છે, આ છ બાબતો પર વિશેષ વિચાર કરી આત્માનું સ્વરૂપ ધાવતાં આત્માનો અનુભવ આવે છે. આત્માનું જ્ઞાન થતાં બહિરાત્મબુદ્ધિનો નાશ થાય છે અને અન્તરાત્મત્વ પ્રગટે છે. બાહ્યદશાની ભ્રમણા ટળે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવા સતત ઇરછા પ્રગટે છે અને આત્મા પિતાનામાં પરમાત્મપણું સત્તાએ રહ્યું છે તેને દેખે છે.
સ્કોર अविद्यातिमिरध्वंसे, दशाविद्याअनस्पृशा ।
पश्यन्ति परमात्मानमात्मन्येव हि योगिनः ॥ १॥ યોગ અવિદ્યારૂપ અંધકારનો નાશ થએ છતે અને વિદ્યારૂપ
For Private And Personal Use Only