________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૯ )
શાતાની ચેષ્ટાને કરે છે. સ્વર્ગગતિમાં તે પુણ્યના ઉદયથી દેવલેાકનાં સુખ ભોગવે છે, તેમ નરક ગતિમાં પાપના ઉદયથી દુઃખ ભાગવે છે. કોઈ વખત શુભ અને કેોઇ વખત અશુભ પરિણામને ધારણ કરે છે. અપ્રશસ્ય રાગદ્વેષની પરિણતિને અશુભ પરિણામ કહે છેઅને પ્રશસ્ય રાગદ્વેષની પરિણતિને શુભ પરિણામ કહે છે, શુભ અને અશુભ પરિણામ અર્થાત્ વિષમદશા છે, તેથી મારો સ્વામી સમદારૂપ મારા ઘરમાં આવી શકતા નથી.
छिनमें शक तक फुनि छिनमें, देखें कहत अनासी ॥ विरज न विच आपा हीतकारी, निर्धन झूठ खतासी ॥
।।
અનુ॰ || ૨ ||
ભાવાર્થ:—ક્ષણમાં મારો સ્વામી દેવતાનેા રાજા ઇન્દ્ર અને છે અને ક્ષણમાં તર્ક (છાશ ) પીનારા ભરવાડ અને છે અને ક્ષણમાં અનેક પ્રકારની આશાને ધારણ કરનારા થાય છે અને હું અનુભવ ! જ્યારે હું એનું શુદ્ધ રૂપ દેખું છું ત્યારે તે તે અનાશી ( આશાવિનાના ) દેખાય છે. મારો શુદ્ધચેતન વસ્તુતઃ નિસ્પૃહ છે, પણ અશુદ્ધ પરિણતિ સ્ત્રીના પાશમાં ઉપર્યુક્ત દશાને પ્રાપ્ત કરે છે. આવી આત્માની સ્થિતિ દેખીને પંચ તરીકે વચ્ચે પડવાની કાઇને ( વરજન ) જરૂર નથી, કારણ કે આત્માના હિતકારી આત્માજ છે. આત્માને શત્રુ આત્મા છે, તેમ આત્માના મિત્ર આત્મા છે. આત્મા પેાતાની મેળે પેાતાના ઉદ્ધૃાર કરે છે અને પ્રમાદથી આત્મા પેાતાનેજ નરકમાં પાડે છે. આત્માજ દેવતા છે, આત્માજ નારકી થાય છે, આત્માજ તિર્યંચ થાય છે અને આત્માજ મનુષ્ય થાય છે. કર્મથી આત્માજ ભમનાર છે અને કર્મના નાશ કરી આત્યાજ શિવ યુદ્ધ-સિદ્ધ થાય છે, માટે મારા સ્વામી જાગ્રત થતાં પેાતાનુંજ હિત કરનાર છે, એમ મને નિશ્ચય છે. હાલ તે તે અશુદ્ધ પરિણતિના ચેાગે નિર્ધન અની જૂડાં ખાતાં ખતવે છે, પણ જ્યારે દુઃખના પાશમાં સારો અને અનેક પ્રકારની પીડા થશે ત્યારેજ તે અશુદ્ધ પરિણતિના ઘરમાંથી છુટીને મારા ઘેર આવવાનું મન કરશે. અદ્યાપિ પર્યંત તેણે વિવેકદૃષ્ટિથી પેાતાની જાતના વિચાર કરી જોયું નથી, તેથી તે સંસારમાં અશુદ્ધ પરિણતિની સાથે અનેક પ્રકારના મેાજ શેાખ મારે છે. ધનધાન્ય, ઘરબાર અને કુટુંબ, વગેરે પરવસ્તુમાં રાચી માચી રહે છે, ખાટાં ખાતાં ખેતવે છે, પણ દેવું ચૂકવતાં અનેક પ્રકારનાં દુઃખ ભોગવશે ત્યારેજ મારા સ્વામિની બુદ્ધિ ઠેકાણે આવશે.
For Private And Personal Use Only