________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) तोही तूं मैरो मैंहि तुं तेरी, अन्तर काहैं जनासी ॥ आनन्दघन प्रभु आन मिलावो, नहि तर करो धनासी ॥
ભાવાર્થ:–ઉપર્યુક્ત દશાને ધારણ કરનાર હે આત્મન ! તું ગમે તે છે તો પણ તું મારે છે. સ્વામીની દુ:ખી અને નિર્ધન અવસ્થામાં પણ સતી સ્ત્રી પોતાના સ્વામીનો ત્યાગ કરતી નથી. સતી સ્ત્રી સ્વામીની સાથે ગમે તેવા સંયોગમાં પતિ સાથે દુ:ખ ભેગવે છે, છતાં પિતાના પતિને સાય માર્ગ બતાવે છે. પિતાનો પતિ કોધ કરે, રીસ કરે, તરછોડે, અને અપમાન કરે તે પણ સતી સ્ત્રી પૂર્વોક્ત ક્રોધ વગેરેના બાલને સહન કરે છે. અશુદ્ધ પરિણતિરૂપ વેશ્યાના ફંદમાં ફસીને સ્વામી, કદાપિ સ્ત્રીનું મુખ ન જુવે અને પિતાની સ્ત્રીનું બુરું ઈછે તો પણ સતી સ્ત્રી પિતાના સ્વામી પર ઓછું લાવતી નથી અને પિતાના સ્વામીનું બુરું ઈચ્છતી નથી–ઉલટી પિતાની ચાતુરીવડે પિતાના સ્વામીને સત્ય સુજાડે છે, અસત્યનો ત્યાગ કરાવે છે, પોતાના સ્વામીનું ઈષ્ટ ચિંતવે છે, સ્વકીય સ્વામીને ગમે તેમ કરી સત્ય માર્ગ બતાવે છે અને સ્વકીય શુદ્ધ પ્રેમથી સ્વકીય સ્વામીનું આકર્ષણ કરે છે. આ પ્રમાણે સતીનું કર્તવ્ય હું સમજું છું, તેથી તું મારે તે મારે છેજ અને હે ચેતન
સ્વામિન્ ! તમારી હું છું; તમારાવિના હું કેઈ અન્યની–મારા શરીરની રાખ થઈ જાય તોપણું–થવાની નથી, માટે હે મારા સ્વામિનું ! તું મારા અને તારા વચ્ચે કેમ અન્તર (ભેદભાવ) જણાવે છે. તને મારાવિના ચાલે તેમ નથી અને મને તારા વિના ચાલે તેમ નથી. આપણે તે એકરૂપ થઈને જ રહેવાનું છે; એવો આપણે મૂળ સ્વભાવ છે તેથી તેમ કવિના છૂટકો નથી. આ પ્રમાણે સમતા અનુભવના દેખતાં પોતાના આત્મસ્વામીને કહે છે અને અનુભવને કહે છે કે, આનન્દના સમૂહભૂત એવા આત્મપ્રભુનો મેળાપ કરી આપે. હે અનુભવ ! જે તમે મેળાપ ન કરાવી આપે તો ધનાસી કરે, અર્થાત વદાય થાઓ. તમારું કાર્ય તમે ન બજાવે તે મારી સાથે રહેવાનું શું કારણ છે? અલબત મારું કામ કરી આપે.
- ૬ ૧૨.
(ા ધમાટ.) भादुकी राति कातिसी बहे, छातीय छिन छिन छिना.॥
મા છે ? . ભાવાર્થ –ભાદરવા માસની રાત્રી વાદળાની ઘર ઘટાથી બહુ
For Private And Personal Use Only