________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪ )
લગાવું છું તેથી જાગ્રતદશા થાય છે અને તેથી મારા સ્વામીને ઉપચેાગ રહે છે અને તેથી વિભાવદશારૂપ રાત્રીમાં સ્વામીના નામસ્મરણ ઉપયોગથી એક માટું અવલંબન મળે છે અને અંતરમાં નિદ્રાનું જોર પણ ટળે છે. વિભાવદશારૂપ રાત્રી ઘટતી જાય છે. છેવટ ઘટતાં ઘટતાં બિલકૂલ વીતી જાય છે અને તેથી અરૂણેાદયરૂપ અનુભવ જ્ઞાન પ્રગટે છે. અનુભવજ્ઞાનરૂપ અરૂણેાદય પ્રગટતાં અંધારૂં છુપાઈ જાય છે અને પશ્ચાત્ કેવલજ્ઞાનરૂપ સૂર્ય પ્રકાશ પડતાં અંધારાનું નામ માત્ર પણ રહેતું નથી. આવી રીતે કેવલજ્ઞાનરૂપ સૂર્ય કે જેનાથી લેાકાલાકના સાક્ષાત્ ભાસ થાય છે, તેના ઉદય થતાં આનન્દના સમૂહભૂત એવા પરમાત્મા સ્વામી તે સમતાના ઘેર આવીને તેને પેાતાની માની માનપૂર્વક મળ્યા. વિભાવ દશારૂપ રાત્રીના ચેગે આત્મતિ પાતાની સ્ત્રીને બરાબર દેખી શકતા નહેાતા, પણ કેવલ જ્ઞાનરૂપ સૂર્યને ઉદય થતાં તુર્ત સમતાને મળ્યા. ચોથા ગુણસ્થાનકમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે અને અવધિજ્ઞાન પણ ચોથા ગુણઠાણે હોય છે. સાતમા ગુણુસ્થાનકમાં મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. દેશમાં ગુણસ્થાનક પર્યંત લાભના ઉદય હેાય છે, તેથી મેાહનીય કર્મની અપેક્ષાએ દશમા ગુણસ્થાનક પર્યંત વિભાવદશારૂપ રાત્રી છે. ઘાતી કર્મની અપેક્ષાએ બારમા ગુણસ્થાનક પર્યંત વિભાવ દશારૂપ રાત્રી કથાય છે. ખારમા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનકમાં જતાંજ, કેવલજ્ઞાન સૂર્ય પ્રગટ થાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પકવદશાને અનુભવજ્ઞાન ક૨ે છે. સમતાને તેરમા ગુણસ્થાનકમાં પરમાત્મસ્વામીના સાક્ષાત્ મેળાપ થાય છે. શ્રીમદ્ આનન્દઘન કહેછે કે, સમતાને પૂર્વોક્ત દશામાં પરમાત્મ પ્રભુ મળ્યા.
૫૬ ૧૨.
( રાગ નય નય વંતી. )
मेरे प्रान आनन्दघन तान आनन्दघन || ए आंकणी ||
मात आनन्दघन तात आनन्दघन,
गात आनन्दघन जात आनन्दघन || मे० ॥ १ ॥
ભાવાર્થ:—શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે, હવે તો મને દુનિયામાં કોઈ પણ વસ્તુ પેાતાની ભાસતી નથી. જડ વસ્તુઓમાં મને બિલકુલ મુખશુદ્ધિ ભાસતી નથી; હવે તેા એક આન્દને સમૂહત આત્માજ પ્રિય લાગ્યા છે. આનન્દઘન આત્મા તેજ હવે મારો પ્રાણ મેં
For Private And Personal Use Only