________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૫ ) નિધો છે. સ્પર્શ-રસ-થ્રાણુ-ચક્ષુ-અને તેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિય તેમજ મન-વચન અને કાયબલ એ ત્રણ બેલ, તથા શ્વાસોચ્છાસ અને આયુષ્ય, એ દશ પ્રાણવડે, જીવો જગતમાં જીવે છે, પણ એ દશ પ્રાણુ ક્ષણિક છે, માટે એ ખરા પ્રાણ નથી. ખરો પ્રાણભૂત તો મારે આનન્દનો સમૂહભૂત આત્મા છે, એમ મેં હવે નિશ્ચય કર્યો છે. આજસુધી બાહ્યતાનમાં હું પ્રેમ ધારણ કરતા હતા, પણ હવે તો સમજો કે મનવડે જે તાન ઉત્પન્ન થતું હતું તે હું નથી. હવે તે ભાવતાન આનન્દઘન આત્મા જ છે એમ નિશ્ચય કર્યો છે. શરીરાદિકને ઉત્પન્ન કરવામાં સહાચીભૂતને હું માતા માનતો હતો, પણ હવે તો ચેત્યો અને જાણ્યું કે જગતમાં જન્મના સંબધે અનેક માતાએ કરી પણ, કઈ સત્યસુખ આપવા સમર્થ થઈ નહીં; સત્ય માતા કદાપિ નષ્ટ થતી નથી. હવે તો આનન્દઘન આત્મા તેજ મારી માતા છે એવો નિશ્ચય કર્યો. તેમજ શરીરના સંબધે રસારમાં ભમતાં અનેક પિતાઓ કર્યા પણું, કેઈ પિતાએ જન્મ જરા અને મૃત્યુના દુ:ખથી મારું રક્ષણ કર્યું નહીં અને કઈ પિતાએ નિત્ય સુખ આપ્યું નહીં. આત્મામાં અનન્ત સુખ છે અને તે પરમાત્મા થઈ શકે છે માટે મારે પિતા આનન્દઘન આમાજ છે, એવો મેં નિશ્ચય કર્યો છે. ગાત અથૉત્ શરીર પણું અસંખ્ય પ્રદેશરૂપ આનન્દઘન આત્મા તેજ મારું છે, એ મેં નિશ્ચય કર્યો છે. શરીરના પંચ ભેદ છે, તેવાં પૌલિક શરીરે અનેક ધારણ કર્યો પણ કઈ જડ શરીર સત્ય સુખ આપવાને સમર્થ થયું નહીં, માટે હવે શરીરની મમતાનો ત્યાગ કર્યો છે અને આત્માના અસંખ્ય પ્રદેશ તેજ ત્રણ કાલમાં નિત્ય હોવાથી, તથા અનન્ત સુખદધિભૂત હોવાથી તે અસંખ્ય પ્રદેશને મેં મારું ગાત્ર સ્વીકાર્યું છે. ચાર પ્રકારની બ્રાહ્મણદિ જાતિને ત્યાગ કરીને મેં આત્માનેજ જાતિ તરીકે માન્ય છે, કારણ કે તે આનન્દ સમૂહભૂત છે.
काज आनन्दघन साज आनन्दघन, સાવ કાનન્દઘન ગાનન્દઘન | મે | ૨
ભાવાર્થ-હવે મારે સર્વ પ્રકારના કાર્યરૂપ આનન્દઘન આત્મા છે. આત્માવિના હવે મારે કઈપણ બાહ્યકાચૅનું પ્રયોજન નથી. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં બાહ્યનાં અનેક કાર્યો કર્યા પણ સહજસુખની પ્રાપ્તિ થઈ નહીં, તેમજ બાહ્યદષ્ટિનાં કાર્યોથી ઘણું દુઃખ વેઠવાં પડ્યાં. મરણના છેલ્લા શ્વાસોચ્છાસપર્યત છે બાહ્યનાં કાર્યોમાં ચિત્ત રાખે છે, તેથી બાહ્ય પદાર્થોમાં જેવા જેવા પ્રકારની વાસનાઓ રહી હોય છે, તેવા તેવા પ્રકારના અવતારે પુનઃ
For Private And Personal Use Only