________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮) શ્રેષના પાસમાં સપડાશે અને તેથી તે સંસારમાં ભમશે. આનન્દઘનજી કહે છે કે, શ્વાસે સદ્વારા ઉઠતા એવા હંસ શબ્દ વાચ્ય આત્માનું ધ્યાન-સ્મરણ કરીએ છીએ, તેથી અમે તો અ૫ભવમાં અમર થઈશું.
___ राग टोडी. पद त्रेतालीशमुं. મેરી તું મેરી તું lહીં કરી, મેરી. कहे चेतन समता सुनि आखर, और दैढ दिन जूठ लरेरी.मेरी० ॥१॥
ભાવાર્થઆત્મા, પિતાની સ્ત્રી સમતાની વિજ્ઞપ્તિ શ્રવણ કરીને તેને કહે છે કે, તું જ મારી ખરી સ્ત્રી છે. હવે હું તારા ઉપર કદી ક્રોધ કરનાર નથી. હે સમત! તું શા માટે કરે છે. આટલા દીવસપર્યત હું મમતાના ઘેર કૂતરાની પિઠે પડી રહ્યો હતો અને તેની ઈન્દ્રજાળવિવાથી હું ભ્રમિત થયો હતો પણ હવે જાગ્રત થયો છું. ચેતન કહે છે કે, હે સમતા ! આખર મમતા દેઢ દીવસ લડીને થાકશે, અર્થાત્ અલ્પકાળમાં મમતાનું જોર ટળશે. મમતા હવે મારી પાસે આવશે તે પણ હવે હું તેની સન્મુખ જેનાર નથી. ગમે તેવા ઉપાયોથી મમતા મને લલચાવશે તો પણ હવે હું તેના કહેવાથી લલચાઈ જવાનો નથી. પરવસ્તુમાં મારાપણાની બુદ્ધિને મમતા કહે છે, આદર્શમાં પડેલા પ્રતિબિંબની પેઠે પરવસ્તુઓ ક્ષણિક છે. સ્વમમાં ભાસતા પદાર્થો જેમ પિતાના થતા નથી, તેમ પરવસ્તુઓમાં આત્મા પોતાનાપણું કહે છે પણ, તે વસ્તુતઃ સત્ય નથી. આત્મા સમ્યત્વ પામીને સમજી ગયે કે, મમતા એ અશુદ્ધપરિણુતિ છે. મમતા દુઃખ દેનારી છે, માટે મમતાની બ્રાન્તિ તજવી જોઈએ. મમતાને છાંયલો લેવો પણ સુખકારી નથી. મમતા છેવટ દોઢ દીવસ લડીને દૂર થઈ જવાની છે. હવે તે સમેતે ! હું તારાથી કદી દૂર થનાર નથી, એમ ખાત્રી ધારણ કર.
एती तो हुँ जानुं निहचे, रीचीपर न जराउ जरेरी, जब अपनो पद आप संभारत, तब तेरेपर संग परेरी. ॥२॥
ભાવાર્થ એટલું તે હું નિશ્ચય જાણું છું કે, રીચીપર (પિતળપર) સાચુ નંગ જડવાનું કાર્ય કોઈ ઝવેરી કરે નહીં. જ્યારે પિતાનું શુદ્ધ પદ પોતે આત્મા સંભારે છે, ત્યારે ખરેખર આત્માથી તારા પ્રસગમાં પડાય છે. આમ સ્વામી સમતાને કહે છે કે, જ્યારે હું પોતાનું શુદ્ધ સ્વરૂપ સંભારું છું ત્યારે, દેહ, વાણી અને મનથી હું ભિન્ન છું એમ સત્ય ભાસે છે. જે જે દૃશ્ય પદાર્થો જગતમાં સુખ હેતુભૂત મનાયેલા છે, તેમાં ખરેખર સુખ નથી, એમ ઉછું. હું અને મારું એવા
For Private And Personal Use Only