________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪ ) पद ४६.
(ા રોટ.) चेतन चतुर चोगान लरीरी. ॥ चेतन०॥ जीतलै मोहरायको लसकर, मिसकर छांड अनादि धरीरी.॥
વેતન ને ભાવાર્થ:–આત્માની અનન્ત શક્તિ છે, આત્માની શક્તિને કદાપિ પાર આવનાર નથી, આત્મા મેહરાજાની સાથે રણમાં લડીને તેને હરાવે છે, મેહરાજાનું લશ્કર પણ મહા જબરું છે, મેહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ છે, મેહનીય કર્મના બે ભેદ છે, ૧ દર્શનમોહનીય અને બીજી ચારિત્રમેહનીય; તેમાં દર્શનમોહનીયના ત્રણ ભેદ છે. સમ્યકત્વમેહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય. જે સમ્યકત્વમાં મુંઝાવે છે તેને સમ્યકત્વ મેહનીય કહે છે. જેમાં અન્તર્મુહૂર્ત પર્યત જૈનધર્મપર રૂચિ પણ નહીં અને દ્વેષ પણ નહીં તેને મિશ્રમેહનીય કહે છે. જીવને અજીવ માન, ધર્મને અધર્મ માનો, આદિ દશ પ્રકારનું મિથ્યાત્વ છે તેને મિથ્યાત્વ મેહનીય કહે છે. ચારિત્ર મેહનીયના પચીશ ભેદ છે, અનંતાનુબન્ધિ ક્રોધ, માન, માયા અને લેભ, અપ્રત્યાખ્યાની ક્રોધ માન, માયા અને લોભ, તેમજ પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લેભ, તેમજ સંજવલનના ક્રોધ, માન, માયા અને લેભ, એ સોળ કષાય જાણવા; તેમજ હાસ્ય, રતિ, અરતિ, ભય, શક, દુર્ગચ્છા, તથા સ્ત્રીવેદ, પુરૂષદ અને નપુંસકવેદ એ નવન કષાય, સર્વ મળીને ચારિત્ર મહનીયની પચીશ પ્રકૃતિ, તથા દર્શન મેહનીયની ત્રણ ભેગી કરતાં, મેહની અઠ્ઠાવીશ પ્રકૃતિરૂપ દ્ધાએ આત્માની સાથે અનાદિ કાળથી યુદ્ધ કરે છે. શુદ્ધ ચેતના પોતાના સ્વામીને કહે છે કે, હવે તું મેહના લકરને પિતાની અશુદ્ધ પરિણતિરૂપ કાળીમાને તજીને જીતી લે; હવે તે પિતાને સમય ગુમાવીશ નહીં. બબ્ધ, ઉદય, ઉદીરણ અને સત્તામાંથી મેહનીય કર્મની પ્રકૃતિયોને ઉડાવી નાખ. હે શુરવીર ! હવે રણમેદાનમાં ખરું શુરાતન દેખાડી દે, હવે કેમ વાર લગાડે છે.
नागी काढले ताडले दुश्मन, लागे काची दोय घरीरी, अचल अबाधित केवलमनसुफ, पावे शिवदरगाहमरीरी.॥
ચેતન || ૨ | ભાવાર્થહે ચેતન ! તું મ્યાનમાંથી જ્ઞાનરૂપ તરવાર કાઢીને દુષ્ટમેહનૃપના સુભટેને માર, કેમકે પોતાના શત્રુઓની જે ઉપેક્ષા કરે છે અને સમય પામીને તેનો નાશ કરતો નથી તે મૂર્ખ ગણુય છે અને તેને ઘણું
For Private And Personal Use Only