________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ )
પણ જીવાપર શત્રુપણાની બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. પેાતાનામાં ભય રહ્યો હાય છે ત્યાંસુધી બાહ્યમાં ભયના હેતુ દેખાય છે, પણ પેાતાનું હૃદય નિર્ભય થતાં બાહ્યમાં ભયના હેતુએ ભાસતા નથી. અન્ય મનુષ્યા વગેરેને શત્રુઓ તરીકે જણાવનારા અન્તરમાં રહેલા રાગદ્વેષાદિ શત્રુઓ છે, માટે સમજવાનું કે અન્યના ઉપર શત્રુ બુદ્ધિ કેમ કરવી જોઈએ; તેમજ જેના ઉપર શત્રુ બુદ્ધિ ધારણ કરીએ છીએ, તે વસ્તુતઃ શત્રુ નથી. ખરા શત્રુઓ તેા મેહના રાગાદિ સુભટ છે, તેના જે જ્ઞાન દર્શન અને ચારિત્રવડે નાશ કરે છે, તેજ ખરેખરા શૂરવીર છે. પેાતાના ખરેખરા શત્રુઓને જાણનાર આત્મા સત્ય ધર્મનું રહસ્ય જાણે છે અને તેથી તે માઘ રાત્રુઓને શત્રુ તરીકે નહીં માનતાં, અન્તરમાં રહેલા રાગાદિને શત્રુ સમજીને તેના નાશ કરવા રૂપ, સ્વધર્મને ગ્રહણ કરે છે અને તેથી તે પેાતાનું આનન્દસમૂહભૂત શુદ્ધરૂપસ્થાન તેને પકડીને રહે છે, અર્થાત્ આત્મા પેાતાના શુન્દ્રાનન્દ સ્વરૂપમાં રમણતા કરે છે અને સકલ ફર્મને ક્ષય કરે છે, એમ શુદ્ધ ચેતના પેાતાના સ્વામિની શૂરવીરતા જણાવે છે અને પોતાના સ્વામીને કર્મના ક્ષય કરવા ઉત્સાહ આપે છે; એવું શ્રીમદ્ આનન્દઘનજી સ્વકીય હૃદયોદ્ગારથી ગાય છે. ૫૬ ૪૭. ( IT ટોકી. )
पिय बिन निशदिन, झूरुं खरीरी. पिय,
लहुडी वडी की कहानी मिटाइ, द्वारतें आंखे कवन टरीरी. ॥ વિચ॥ ૧ ॥ ભાવાર્થ:—સમતા શ્રદ્ધાને કહે છે કે, હું મારા આત્મપતિની મેટી સ્રી છું અને મમતા નાની સ્ત્રી છે. તેમ છતાં મારા ચેતનસ્વામી નારી તરફ પ્રેમ દૃષ્ટિથી નિરખતા નથી. મમતાએ મારા સ્વામીને અનેક પ્રપંચેાથી એવા ભ્રમિત કર્યા છે કે, મારા નિર્મમત્વ દ્વારની આગળ પણ તેઓ આવી શકતા નથી અને તેથી હું મારા સ્વામીને બારણે રહી નિરખ્યા કરૂં છું, પણ મારા સ્વામી દેખાતા નથી. કુમતિ પોતાના પ્રમત્તરૂપ ઘરમાં ભરમાવીને લઈ જાય છે અને મૂĂરૂપ મદિરાનું પાન મારા સ્વામીને કરાવે છે. મિથ્યાત્ત્વરૂપ ધત્તુરાનું પણ ભક્ષણ કરાવે છે અને અવિવેકરૂપ ગાંજાની ચલમા ભરીને આપે છે, તેથી મારા સ્વામીનું ભાન ઠેકાણે રહ્યું નથી. મારા સ્વામીને ઘરમાં લાવવાનેમાટે અનેક પ્રકારની યુક્તિએ રચું છું, પણ તે મારૂં તેર ફાવવા દેતી નથી; મારા સામું ોઇને તે અત્યંત દ્વેષ કરે છે; મમતા, વિષયની વાસનાથી મારા સ્વામીને લલચાવ્યા કરે છે. કોઈ પણ રીતે મારા સ્વામી મારા
For Private And Personal Use Only