________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨ )
આ પ્રમાણે ઉપદેશે છે. ઉત્સૂત્ર ભાષણ કદાગ્રહ જેનામાં નથી, એવા મનુષ્યો મુક્તિની બુદ્ધિથી અપબાધ છતાં પણ અરિહંતનેા પાઠ ભણી મુક્ત થાય છે. મહાપુણ્યના ઉદયે અરિહંતનું નામ સાંભળવામાં તથા જપવામાં આવે છે. અરિહંત પાઠ પઢાઇના અર્થ અમારી બુદ્ધિ પ્રમાણે કર્યો છે, તેના ખરા અર્થ અનુભવમાં આવતા નથી. કેટલીક જાની પ્રતામાં આ પદ દેખવામાં આવતું નથી, તેથી આ પદ આનન્દઘનકૃત છે કે અન્યકૃત છે તેનેા હાલના વિચારાનુસારે નિર્ણય થતા નથી. તત્ત્વ જ્ઞાતિ ગમ્યમ્. મતિ કહે છે કે, અનેક પત્થરૂપ ઘરઘરને ધંધે લાગી છું. સર્વ પન્થવાળાએ મને તેમના પન્થમાં ખેંચી જઈ મારાથી પેાતાનું કાર્ય કરે છે, પણ તેથી મારા ચેતન સ્વામી અને મારી સગાઈ થતી નથી; તેમજ મુક્ત દશા થતી નથી.
hणे ते थापी के उथापी, केणे चलावी किण राखी ॥ केणे जगाडी केणे सुआडी, कोइनुं कोई नथी साखी ॥ माय० ॥५॥
ભાવાર્થ:—મતિ કહે છે કે, હે વિદ્યામાતર્! મને કોઈએ સ્થાપન કરી, કેટલાકે ઉત્થાપી, કેટલાકે પેાતાના મત સ્થાપનમાં અને અનેક પ્રકારના પક્ષવાદમાં પ્રવર્તાવી અને કેટલાકે મને સમ્યગ્ ઉપયોગમાં ન લીધી, કેટલાકે સ્થિર રાખી, કેટલાકે મને સદાકાળ જાગ્રત રાખી, કેટલાકે શૂન્યદશા એજ મુક્તિ છે એવું માની મને સુવાડી, અર્થાત્ શૂન્યવત્ કરી નાખી; કેટલાક શૂન્યપણામાં મુક્તિ માને છે તે પન્થવાળા કહે છે કે મુક્તદશામાં જ્ઞાન રહેતું નથી; તેમના મતમાં મતિનું સુવાપણું જાણવું. કેટલાક અનેક પ્રકારના તર્ક કરવા અને અનેક યુક્તિયાથી લીધેલા પક્ષનું ખંડન કરવું અને અનેક પ્રકારની યુક્તિયેાથી વિપક્ષનું ખંડન કરવું, એજ કાર્યમાં મારા ઉપયોગ કરે છે. કેટલાક રાગદ્વેષના યોગે પાત`ોતાના પક્ષમાં મારા ઉપયોગ કરેછે. એકેક વસ્તુમાં અપેક્ષાએ અનન્ત ધર્મ રહ્યા છે, તેના કેટલાક એકાન્ત વાદિયા સ્વીકાર કરતા નથી. અંતે ઢોર મિત્તે એકાન્ત મિથ્યાત્વ હેાય છે. જ્યાં એકાન્ત વાદ નથી, તે અનેકાન્ત વાદ થાય છે. અનન્ત કેવલજ્ઞાનવંત શ્રીવીર પ્રભુએ જગત્માં સર્વ વસ્તુઓમાં રહેલા અનન્ત ધર્મોને જણાવવાને અનેકાન્ત વાદની પ્રરૂપણા કરી છે. સાત નયપૂર્વક વસ્તુતત્ત્વના વિચાર કર્યા વિના, વસ્તુનું સમ્યક્ સ્વરૂપ અવાધાતું નથી. શ્રી મહાવીર કથિત જૈન ધર્મમાં કોઈ પણ બાબતના વસ્તુ ધર્મમાં પક્ષપાત નથી. અન્ય દર્શનામાં તે એકાન્તવાદ હાવાથી રાગદ્વેષ યોગે મને તે પક્ષપાતમાં ખેંચે છે, એમ મતિ કહે છે. અન્ય દર્શના-પન્થા, જડવાદ વગેરેમાં
For Private And Personal Use Only