________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૦ )
સાધુ થવાની જરૂર નથી, જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી; આમ એકાન્તે અજ્ઞ ભક્તિના સિદ્ધાન્તને માની અન્યનું ઉત્થાપન કરી ભક્તોએ મને પક્ષપાતમાં ખેંચીને તેમની ભક્તાણી બનાવી દીધી, તેમજ વૈષ્ણવ આદિ મતને માનનારાઓએ મને ખેંચીને પેાતાના તાબામાં લે, તે તે મતની મતણી બનાવી દીધી. શાંકર, વૈષ્ણવ વગેરે મતવાળા પાતપેાતાના મતની પુષ્ટિ કરવામાં મતિને ઉપયોગ કર્યા કરેછે અને તેએ યુક્તિયાની શોધમાં પક્ષપાતની મતિને ખેંચી લેઈ જાય છે. પૂર્વના મતાનું દલન કરીને કેટલાક, નવીન મતાને કુમતિથી પ્રગટ કરે છે, જેથી દુનિયાના લોકો પણ તેમાં ફસાઈ જાય છે. ખરેખર પ્રભુ મહાવીર જિનેશ્વર કથિત ધર્મના ત્યાગ કરીને અજ્ઞાની જીવા અન્ય મતેમાં સાય છે. केणे मुकी केणे लूंची, केणे केसे लपेटी ॥
एक पखो में कोइ न देख्यो, वेदना किणही न मेटी ॥ माय० ॥ ३ ॥ ભાવાર્થ:--સમ્યક્ત્વ મતિ કહે છે કે, હું ધર્મવિદ્યા માતર્ ! કેણે તે મારા ત્યાગ કર્યો. અજ્ઞાનવાદીઓ કહે છે કે, મતિ અર્થાત્ જ્ઞાનજ દુઃખકારક છે, માટે જ્ઞાનના ત્યાગ કરવા જોઇએ અને અજ્ઞાનના પક્ષ સ્વીકારવા જોઇએ. અજ્ઞાનવાદી કહે છે કે, જ્ઞાનથી શત્રુ મિત્રના ભેદ માલુમ પડે છે તેથી દુ:ખ ઉપજે છે, જ્ઞાનથી સત્ય અને અસત્યનું ભાન થાય છે તેથી સત્ય ઉપર રાગ અને અસત્યપર દ્વેષ ઉત્પન્ન થાય છે, માટે મતિ (જ્ઞાન) તેજ ખરાબ છે. જ્ઞાનથી ધર્મ અને અધર્મ જણાય છે, તેથી ધર્મપર રાગ અને અધર્મપર દ્વેષ ઉત્પન્ન થાય છે, અર્થાત્ જ્ઞાનથી જગમાં કલેશ-દુઃખ ઉપજે છે, માટે જ્ઞાનના ત્યાગ કરવા જોઇએ; આમ અજ્ઞાનવાદી પેાતાના પક્ષ સ્વીકારીને મતિના ત્યાગ કરે છે. પણ વસ્તુત: અજ્ઞાનવાદી પક્ષપાતધારી મતિથીજ પેાતાના પક્ષ જમાવે છે અને મને પછી મૂકી દેવાનું જણાવે છે. અજ્ઞાનવાદીને પુછવામાં આવે કે તું અજ્ઞાનની પુષ્ટિ કરે છે તે જ્ઞાનથી કરે છે કે અજ્ઞાનથી કરે છે? ઉત્તરમાં તે કહેશે કે જ્ઞાનથી. ખસ. જ્ઞાનથી અજ્ઞાનના પક્ષ સિદ્ધ કરીને જ્ઞાનનેજ પુનઃ છેડવાના ઉપદેશ દેવા એ પક્ષપાતજ છે. મતિ કહે છે કે કેટલાક લોકોએ મને લુંચી, મને છિન્ન ભિન્ન કરી નાખી. અથવા કેટલાક લેાકેા એકાન્તે લેચમાંજ ધર્મ માની અન્ય જ્ઞાન, સમતા વગેરેના ત્યાગ કરે છે, તેની એકાંતે લેાચ બુદ્ધિ થવાથી તેમણે તેવાપે મને પિણુમાવી. કાઈ યાગીઓએ કેશમાં ગંગાને લપેટવાની પક્ષપાત મુદ્ધિમાં મને ખેંચીને મને પણ કેશમાં લપેટી દીધી. અર્થાત્ જટાજૂટ ધારણ કરીને તેમાં ધર્મ માનવાની બુદ્ધિરૂપે મને પરિણુમાવી,
For Private And Personal Use Only