________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮) सास उसास विसास न राखे, निणद निगोरी भोर लरीरी; और तबीब न तपत बुझावत, आनन्दघन पीयूष जरीरी. पिय०॥३॥ | ભાવાર્થ:-શુદ્ધચેતના સખી શ્રદ્ધાને કહે છે કે, હે બહેન ! કુમતિ શ્વાસોચ્છાસને વિશ્વાસ પણું મારો રાખતી નથી અને મારા પ્રતિ મારા પતિને એક શ્વાસોચ્છાસ પણ છુટ મુકતી નથી, કારણ કુમતિ જાણે છે કે, જે હું આત્માને ક્ષણ માત્ર પણ છુટો મુકીશ તે પછી મારા સર્વે દાવ પ નિષ્ફળ જવાને કેમકે તે સુમતિના સમજાવવાથી તેની પાસે ચાલ્યો જશે, તેથી તે મારા ઉપર અત્યંત શ્વેષ રાખે છે અને મારા પતિને મારા ઉપર વિશેષ અરૂચિ થાય તેમ ભરમાવવામાં બાકી રાખતી નથી. વળી મારી સાથે સવારના પહોરમાં નગુણી લડી પણ ખરી અને મને ખુબ ધમકાવી, તે પણ મારા સ્વામી કાંઈ પણ બોલ્યા નહીં, તેથી મને બહુ દુ:ખ લાગ્યું અને તેથી મારા શરીરમાં એટલો બધો તાપ વધી ગયો છે કે, તેને મટાડવાને કઈ પણ વૈદ્ય શક્તિમાનું જણાતો નથી. હવે તો એક જ ઉપાય છે કે, મારા આનન્દના સમૂહભૂત આત્મસ્વામી અનુભવ કૃપા દૃષ્ટિરૂપી અમૃતને વરસાવે, તે મારા શરીરનો તાપ ઓલવાય અને પરિપૂર્ણ શાંતિ થાય. મારા આત્મસ્વામીની જે મારા ઉપર કપા હોય તો મને કઈ પણ દુઃખ આપવાને સમર્થ થતું નથી. મારા આત્મસ્વામીની કૃપાદૃષ્ટિ થતાં અત્યંત સ્થિરતા વધે છે, અને સહજ સુખની ધારા વર્ષ છે અને તેથી એક ક્ષણમાત્રમાં અનંત કાળનાં દુઃખ ભૂલી જવાય છે. મારા સ્વામીની અમીમય દૃષ્ટિની વૃષ્ટિ થતાં સહજ આનન્દની છાયા છવાઈ જાય છે. હે સખી! તું ચતુર છે, માટે તારી આગળ શું વિશેષ કહું! તું સર્વ રામજે છે.
૪૮.
( મારુ ગંગો .) मायडी मुने निरपख किणही न मुकी ॥ निरपख. ॥ माय० ॥ निरपख रहेवा घणुंही झूरी, धीमे निजमति फूकी । माय० ॥१॥
ભાવાર્થ –સમ્યકત્વમતિ કહે છે કે, હે વિદ્યા માત! મને પક્ષપાત વિનાની કેઈએ મૂકી નથી. કેઈએ મને નિરપક્ષ રહેવા દીધી નથી. જિનેશ્વર સર્વજ્ઞ મહાવીરના વચનાનુસારે નિરપક્ષ રહેવા હું ઘણું ઝરી, મેં ઘણું ફાફાં માર્યા, પણ પક્ષવાળાઓએ પિતાની સ્વછન્દતાવાળી બુદ્ધિથી મારું સ્વરૂપ વિષ મિશ્રિત અન્નની પેઠે કરી નાખ્યું. શાસ્ત્રોમાં રહેલી ધર્મ વિદ્યાથી સમ્યગુમતિ ઉત્પન્ન થવી જોઈએ પણ
For Private And Personal Use Only