________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) જગતના લોકો દષ્ટિ રાગવાળી મતિ ધારણ કરીને, પિતાને પક્ષ જૂઠે હોય છે તો પણ તેનું સમર્થન કરે છે. દાખલા તરીકે વિચારે કે આ જગત્ અનાદિકાળનું છે, તેને કઈ બનાવનાર નથી, બનાવવાનું પ્રોજન પણ સિદ્ધ થતું નથી; રાગ અને દ્વેષરહિત સિદ્ધ પરમાત્મા કદી કઈ વસ્તુને બનાવતા નથી, તેમજ સિદ્ધ પરમાત્માઓ પુનઃ અવતાર લઈ શકતા નથી, છતાં કેટલાક તે તે પક્ષધારક સ્કૂલમાં જન્મેલાઓ, પક્ષપાતવડે પોતાને અસત્ય સિદ્ધાન્ત સ્થાપન કરવા યુક્તિયો રચે છે. યજ્ઞમાં પશુહોમ વગેરેથી હિંસા–પાપ થાય છે, છતાં પક્ષપાત બુદ્ધિથી પિતાનો કદાગ્રહ છોડતા નથી. તેમજ કેટલાક ઈશુખ્રિીસ્તના પન્થને સ્વીકારે છે અને કદાગ્રહ બુદ્ધિથી ઈશ્વર જગતને બનાવનાર નથી છતાં માને છે. કેટલાક અનેક પ્રકારની સત્ય યુક્તિ જાણુતા છતાં પણ ચાર્વાક અર્થાત્ જડવાદને માર્ગ ત્યાગતા નથી. કેટલાક દારૂ અને માંસ વગેરે પદાથોને ખાનારાના કૂળમાં જન્મેલા હોવાથી, થએલી પક્ષપાત બુદ્ધિને ધારણ કરી તેનીજ કુયુક્તિયોથી પુષ્ટિ કરે છે. દાદુપંથીનાનકપંથી વગેરે એકાત વાદીઓ, સ્વપક્ષ રાગ દષ્ટિથી સાચું બતાવ્યા છતાં પણ દષ્ટિરાગના બળથી અસત્ય સિદ્ધાન્તોને પણ સત્ય તરીકે સ્વીકારે છે. योगीये मलीने योगण कीनी, यतियें कीनी यतणी ।। भगते पकडी भगताणी कीनी, मतवाले कीनी मतणी. |माय० ॥२॥
ભાવાર્થ-સમ્યકત્વ મતિ કથે છે કે, હે જનની ! એકાન્તમતધારક ગિઓએ ભેગા થઈને મને ગમાર્ગરૂપે પરિણુમાવી, અર્થાત્ તેઓએ મને પોતાના વશ કરી લેગિની તરીકે બનાવી દીધી. ઈન્દ્રિયોને કબજામાં રાખનાર એવા બૌદ્ધ ધર્મના યતિઓએ મને તેમના પત્થમાં ખેંચીને યતી બનાવી દીધી. જૈનના સાધુઓને યતિ કથવામાં આવે છે, પણ તેનું અત્ર ગ્રહણ કરવું નહીં, કારણ કે તેઓ તો અનેકાન્તવાદને ધારણ કરે છે, અનેકાન્તવાદમાં પક્ષપાત નથી; જૈનયતિઓ દરેક વસ્તુઓને અપેક્ષાએ માને છે, તેથી જૈનના સાધુઓ સર્વજ્ઞ જિનેન્દ્રની આજ્ઞાનુસારે સત્ય સિદ્ધાન્ત સ્વીકારતા હોવાથી તેઓ વસ્તુતઃ નિષ્પક્ષપાતી છે. જૈનના સાધુ સરખા બૌદ્ધના સાધુઓ કેટલાક વેષાદિના અંશે દેખાય છે, તેથી શ્રીમદ આનન્દઘનજી તેમને યતિ કથે તે સત્ય છે. મતિ કહે છે કે, નરસિંહ, કબીર વગેરે ભક્તોએ મને પકડીને પિતાની ઇચિછત ભક્તિમાં મારે ઉપયોગ કરીને, મને ભક્તાણું બનાવી દીધી. ભક્તિમાંજ મોક્ષ છે,
For Private And Personal Use Only