________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૭) લાગેલું અષ્ટ પ્રકારનું કર્મ નષ્ટ સ્વભાવવાળું છે, તે નાસી જશે (દૂર થશે) અને (હું) આત્મા તો સ્થિરતા રૂપમાં વાસ કરીશ. અસંખ્યાત પ્રદેશમાં અનન્ત ગુણેની સ્થિરતા કર્મના નાશવડે કરીશ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ભેગને ટાળી આત્માની શુદ્ધતા કરીશ. પંચ મહાવ્રત દીક્ષાવડે સર્વ વિરતિરૂપ ચારિત્ર અંગીકાર કરીને, સકલ કર્મને ક્ષય કરીશ અને કર્મનો સંબધ ટાળીને જ્ઞાનાદિ ગુણેની સ્થિરતા કરીશ. હું પિતાના સ્વરૂપે સ્થિર થઈશ અને કમેને ટાળી સ્વચ્છ શુદ્ધ થઈને નીકળીશ, અર્થાત્ શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, પરમાત્મા સ્વરૂપે થઈશ; એમ શ્રી આનન્દઘનજી મહારાજ કહે છે. मर्यो अनन्तवार बिन समज्यो, अब सुख दुःख विसरेंगे, आनन्दघन निपट निकट अक्षर दो, नहीं समरे सो मरेंगे.॥अ०॥४॥
ભાવાર્થ –આત્મા પોતાનું સમ્યરીત્યા સ્વરૂપ અવસ્થાવિના અનન્તવાર માર્યો. આત્માના અજ્ઞાનથીજ આત્મા બાધવસ્તુઓમાં મારું તારું કરીને અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. બ્રાન્તિના યોગે આત્મા એક ગાંડ મનુષ્યની પેઠે જ્યાં ત્યાં પરિભ્રમણ કરે છે અને પરવસ્તુને પિતાનામાં આપ કરે છે. કુકડો જેમ આરીસામાં પોતાનું પ્રતિબિંબ દેખીને બ્રાન્તિના ગે પ્રતિબિંબની સાથે યુદ્ધ કરે છે અને પિતાની ભ્રાન્તિથી પોતેજ દુઃખી થાય છે, તેમ આત્મા પણ પરવસ્તુમાં મમત્વની ભ્રાન્તિથી અને પિતાના જ્ઞાનવિના, અન્તવાર જન્મ જરા અને મૃત્યુ પામે, હવે તે પિતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ જણાયું. શાતા વેદનીય અને અશાતા વેદનીય એ બેથી સાંસારિક સુખ અને દુ:ખ થાય છે, પણ હવે તે સુખ અને દુઃખને ભૂલીશું. શાતા અને અશાતાનો ઉદય આવે છતે તેમાં હું લેપાઈશ નહીં. માન, અપમાન, લાભ, જીવિતવ્ય અને મરણના પ્રસંગમાં યથાશક્તિ આપોગમાં રહીને મનપર મોહના આવેશને આવવા નહિ દઉં. હવે તે બાહ્ય સર્વ પ્રપંચ મારાથી ભિન્ન છે, એ નિશ્ચય કરીને મારા આત્માને સમતાવડે ભાવીશ. હવે હું પિચ્છધ્યાનમાં પ્રવૃત્તિ કરીશ અને હંસ અર્થાત્ ચેતનનું ધ્યાન કરીને અજરામર પદ અવસર આવે પ્રાપ્ત કરીશ. આ ભવમાં તે મુક્તિની પ્રાપ્તિ નથી, પણ અ૫ભવમાં અમર થઈશ. મુક્તિમાં સાદિ અનન્તમા ભાગે સદાકાળ સ્થિર રહીશ. શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે, પિંડમાં વારંવાર ઉત્પન્ન થતા નિપટ તદ્દન નિકટ (પાસે રહેલ) એવાં હંસ એ બે અક્ષરથી બેધ્ય જે ચેતન, તેને જે સ્મરણ કરશે નહીં તેજ મરશે; કારણ કે જે ચેતનનું સ્મરણ કરશે નહી તે રાગ
For Private And Personal Use Only