________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૧) मैरे तो तुं राजी चहिये, औरके बोल में लाख सहुरी, आनन्दघन पियावेगे मिलो प्यारे,नहींतो गंगतरंग वहूरी..तेरी०॥३॥
ભાવાર્થ-રૂ, યજુરુ, સામ અને અથર્વવેદ એ ચાર વેદ, તેમજ ભાગવત, માર્કડશિવપુરાણુ, વિષ્ણુપુરાણ, વગેરે અઢાર પુરાણ, તેમજ દિગબરી જૈનોએ આદિનાથ વગેરેનાં રચેલ પુરાણ, તેમજ અન્ય કિતાબ અને મહમદ પેગંબરનું રચેલું કુરાન, વગેરે ગ્રન્થો અને નિગમમાં હું બરાબર સમજતી નથી, તેમ શબ્દથી પણ ભિન્ન એવું હારા સંબધી અનુભવજ્ઞાન તેથી લઈ શકતી નથી. સુમતિ કહે છે કે, તું શાસ્ત્રવડે પ્રાપ્ય છે, પણ શાસ્ત્રો વાંચીને પણ અનુભવ દૃષ્ટિ ખીલ વ્યાવિના તને પ્રાપ્ત કરી શકાતું નથી. તેને સેવવાની શિખામણુની વાચાને તે અમુક અપેક્ષાએ જણાવે છે, પણ અનુભવ જ્ઞાનની દૃષ્ટિવિના હુને પ્રાપ્ત કરી શકાતો નથી; આગામે વાંચીને હારા સ્વરૂપને અનુભવ કરવો જોઈએ. શાસ્ત્રો તે હારા સ્વરૂપની દિશાને દેખાડે છે, પણ અનુભવજ્ઞાનવિના હારા સ્વરૂપને નિર્ધાર થતો નથી, તેથી હવે તો હું તારા સ્વરૂપના શુદ્ધ રસરંગમાં લીન બનીને રહીશ; કેમકે હારા સ્વરૂપમાં મને આનન્દ પડે છે. || ૨ | સુમતિ કહે છે કે, હે આત્મસ્વામિન્ ! મહારે તે એક તું રાજી હોય એટલે બસ. તું મારા પર રાજી છે તે અન્ય લાખે મનુષ્યના અનેક પ્રકારના માર્મિક શબ્દને સહન કરીશ. “નારાની રાણી તો ક્યા રે મીયાં વી” એ કહેવત અનુસારે છે આત્મન ! તું સદાકાળ મારા ઉપર રાજી હોય તે, કરડે દુશ્મનનું પણ કંઈ ચાલવાનું નથી; કર્મની પ્રકૃતિયોરૂપ શત્રુઓ અન્ત પરાજય પામીને તારી પૂઠ છોડી દેશે. હે આનન્દના ઘનભૂત વ્હાલા આત્મસ્વામિન્ ! હવે તે જલદી મને મળે. હવે માત્ર પણ તમારે વિયોગ સહન થતું નથી. હવે તે વિજ્ઞપ્તિ કરવામાં બાકી રાખી નથી અને હવે જે તમે નહીં મળશે તે પ્રાણ ત્યાગ કરીને ગંગા નદીમાં શરીરને વહન કરાવીશ, અર્થાત તમારી પ્રાપ્તિ માટે હું મારે પ્રાણભેગ આપીશ, એ વનિ નીકળે છે, માટે હવે તે સ્વામિન્ જલ્દી મળે; એમ શ્રી આનન્દઘનજી કહે છે.
પઃ ૪૬.
राग टोडी. ठगोरी भगोरी लगोरी जगोरी ममता माया आतम लेमति, અનુભવ મેર શૌરી કરે છે . ? ભાવાર્થ-આત્માની પાછળ લાગીને જ્ઞાનાદિ રૂદ્ધિને ચોરનારા હે
For Private And Personal Use Only