________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૩ )
રનેા છે, તેથી હે સખી ! તેં કરેલા શીતેાપચાર ઉલટા શરીરના તાપ વધારે છે. શુદ્ધ ચેતના સ્રીની આત્મપતિવિના જે દશા થાય છે, તે બરાબર અત્ર વર્ણવી છે. શુદ્ધ ચેતનાની શાન્તિ ખાદ્યોપચારથી થતી નથી. પેાતાના આત્મપતિની પ્રાપ્તિ વિના શુદ્ધ ચેતનાને આનન્દ્ મળતા નથી.
फागुनचाचर इकनिशा, होरी सिरगानी हो,
मेरे मन सबदिन जरे, तन खाख उडानी हो. ॥ पीया० ॥५॥
ભાવાર્થ:——શુદ્ધચેતના કહે છે કે, હું સખી સમસ્તે ! ફાગુણ શુદી પૂર્ણિમાની એકજ રાત્રીએ ઘેરીયા હાળી સળગાવે છે. ગુજરાત અને મારવાડ દેશમાં આ રીવાજ ઘણા પ્રચલિત છે. મારવાડમાં તે હોળીનું એક મોટું પર્વ ગણાય છે; પરદેશમાં ગએલાં મનુષ્યા પણ પ્રાયઃ મારવાડમાં હોળીના ટાંકણે ઘેર જાય છે. બે ત્રણ ચાર રસ્તા જ્યાં ભેગા થતા હોય, જ્યાં મેાટા મેટા ચારા હાય, ત્યાં ઘેરીયાએ લાકડાં ઉંચકી લાવીને હોળી સળગાવે છે અને તેથી મેોટા મોટા ભડકા થાય છે; તે હોળીની ભસ્મ લેઇને મૂઢ મનુષ્યો પેાતાના શરીરે લગાવે છે; કોઈ કપાળે લગાવે છે. કેટલાક હોળીની રાખ ઘેર લેઇ ધાન્યના કાઠારમાં પ્રક્ષેપે છે. સમતા કહે છે કે, ફાગુણ માસની પૂર્ણિમાએ તેા ઘેરીઆએ એક રાત્રીનીજ હોળી સળગાવે છે, પણ મારા મનમાં તે સર્વ રાત્રી અને દિવસમાં પતિના વિયાગરૂપ હોળી સળગ્યા કરે છે અને શરીર, રક્ત આદિને બાળીને ભસ્મ કરે છે. મારી આ કેવી દુર્દશા થઈ છે. મારૂં મન ચિન્તારૂપ હાળીથી બન્યા કરે છે અને તેથી મળતી અગ્નિમાં પડેલા મનુષ્યની પેઠે મને જીવતાં છતાં પણ, અનન્તગણું દુ:ખ થાય છે; આવી મારી દુઃખદશાથી વિશેષ વખત જીવી શકું તેમ હવે જણાતું નથી. શુદ્ધચેતના આ પ્રમાણે પેાતાની આન્તરિક સ્થિતિ સમતાને જણાવે છે. સ્વામીવિના શુદ્ધ ચેતનાની આવી દશા જોઇને, સમતાએ શુદ્ધ ચેતનને સર્વ હકીકત જણાવી અને શુદ્ધ ચેતનને ખૂબ ઉપાલંભ આપ્યા અને કહ્યું કે, સતી સ્ત્રીને દુઃખ આપવું એમાં તમારી કંઈ પણ શોભા વધતી નથી. પેાતાની સ્ત્રીને મૂકીને તૃષ્ણા આદિ; વેયા સ્ત્રીઓના ઘેર જવું એમાં તમને કદી સુખ મળનાર નથી; એમ સમજાવ્યાથી શુદ્ધ ચેતન બાધ પામ્યા. પશ્ચાત્ શું મળ્યું તે આગળ જણાવે છે.
समता महेल बिराज, वाणीरस रेजाहो,
बलि जाउ आनन्दघन प्रभु, ऐसे निठुर न व्हेजाहो . ॥ पीया० ॥ ६ ॥
For Private And Personal Use Only