________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪ )
ભાવાર્થ-સમતા કહે છે કે પૂર્વોક્ત દશાને શ્રવણ કરી, શુદ્ધ ચેતન પતિ શુદ્ધચેતનાના મહેલમાં બિરાજ્યા અર્થાત પધાર્યા, તે વખતે વાણી રસના રેજાઓની શોભા કરવામાં આવી. શુદ્ધ ચેતનાની સાથે શુદ્ધ ચેતનનો સંબન્ધ થયો તે વખતે શુદ્ધ ચેતનની અમૃતમય વાણી - ભવા લાગી. સમતા પિતે ચેતનની સ્ત્રી છે, તે આત્માની સાથે અસંખ્ય પ્રદેશરૂપ મહેલમાં વિરાજી એમ ચેતના કહે છે, એ પણ અર્થ નીકળે છે. આત્મપતિનાં વચનો શ્રવણ કરીને સમતા આનન્દમય બની ગઈ. પિતાના સ્વામીના સંબધે પિતાની સફલતા માનવા લાગી. સમતાના સંબધે ચેતનની શોભામાં અનંતગણું વધારે થયો. સમતાના
ગે આત્મપતિને સર્વ જીવોપર એક સરખી દષ્ટિ વહેવા લાગી અને સર્વ જીવોની સાથે અનાદિકાળથી બાંધેલાં વૈરઝેર ટળી ગયાં. સમતાના ગે આત્મપતિની ત્રણ લેકના જી સ્તુતિ કરવા લાગ્યા અને આત્મામાં જ્ઞાનાદિ વૈભવને અનંતગણું વધારો થયે; આત્મામાં ક્ષાયિકભાવે ગુણે પ્રગટયા. સમતા સ્ત્રી, પિતાના સ્વામીનાં ઓવારણાં લેઈને, તેમજ ઉપાલંભ આપીને કહેવા લાગી કે, હવે સ્વામિનું ! તમો પૂર્વની પેઠે નિષ્ફર થશે નહીં; ક્ષાયિકભાવે સમતાની પ્રાપ્તિ થયાબાદ આત્મા પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે, તેથી પશ્ચાત પરમાત્મા સમતાનો ત્યાગ કરતા નથી, માટે સમતાને ઉપાલંભ યોગ્ય છે. આનન્દના સમૂહભૂત એવા હે સ્વામિન્ ! મને કદી છોડશે નહીં; એમ શ્રી આનન્દઘનજીએ સમતા સંબન્ધ દર્શાવ્યો.
पद ४२.
(ા સારા અથવા આશાવરી.) अब हम अमर भये न मरेंगे. अ० ચા જાન મિથ્યાત ઢીયો તત્ત, પુર . . . .
ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ, ક્ષયોપશમભાવથી કહે છે કે, હવે મેં મારા આત્માનું સ્વરૂપ ઓળખ્યું. મારે આત્મા અમર છે. કર્મના યોગે મરણ છે, પણ વસ્તુત: આત્માનું તો મરણ નથી. હું આજ સુધી એમ જાણતો હતો કે, હું આત્મા મરું છું, પણ પિસ્તાલીશ આગમ, ચૂણિ, ભાષ્ય, નિર્યુક્તિ, ટીકા, અને પરંપરા તથા જ્ઞાનવડે જોતાં સ્પષ્ટ જણાયું કે, આત્માત દ્રવ્યપણે નિત્ય છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ ટળતો નથી-ખરતા નથી. અઢોલ નૈન છિનિત શાસ્ત્રા, નૈનં રતિ પાવઃ વૈતં યંચા, ન શોષાત માહતઃ છે ભગવદ્ગીતા છે
For Private And Personal Use Only