________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦ ) જુદા પ્રકારની થઈ પડી છે. શુદ્ધ ચેતન પતિના વિયેગમાં મારા મહેલમાં મને ગમતું નથી, તેથી મહેલના ઝરૂખે બેસીને આંખ લગાવીને આત્મપતિને જોવાને માટે ઝરૂં છું. ચક્ષુમાંથી અશ્રુની ધાર વહ્યા કરે છે. આત્મપ્રિય વિના સતી સ્ત્રીને કઈ પણ ઠેકાણે ચેન પડતું નથી. પોતાના પતિ વિના સતી સ્ત્રી અન્ય પતિના સામું પ્રાણુતે પણ જોતી નથી. સતી સ્ત્રીનું ચિત્ત પોતાના સ્વામીમાંજ લાગેલું હોય છે. સતી સ્ત્રી પોતાના સ્વામીની આજ્ઞા મસ્તક પર ચડાવે છે. અનન્ત દુઃખો અને અનત ઉપાધિ આવી પડે છે, તોપણું સતી સ્ત્રી પોતાના સ્વામી વિને અન્યને તાબે થતી નથી. સતી સ્ત્રી પિતાના સ્વામીનું પ્રાણાતે પણ વચન ઉલ્લંઘતી નથી. સતી સ્ત્રીને પિતાના સ્વામી વિના અન્ય કોઈ હાલે નથી. સતી સ્ત્રીનું મન સ્વામી વિના બેભાન દશામાં રહે છે. સતી સ્ત્રી પોતાના સ્વામીનું ઘર મૂકીને અન્ય ઘરમાં પ્રવેશ કરતી નથી. સતી સ્ત્રી ગમે તેવા દુ:ખી દશાવાળા પોતાના સ્વામીને પસંદ કરે છે. સતી સ્ત્રી સ્વામીના સુખે સુખી થાય છે અને સ્વામીના દુઃખે દુઃખી થાય છે. શુદ્ધ ચેતના કહે છે કે, હે સમતે ! મારા જેવી સતી સ્ત્રી, ઝરૂખે જઈ સ્વામીની એક સ્થિર દૃષ્ટિથી વાટ જોઈને જીવન ગાળે છે, પણ સ્વામી દેખાતા નથી, તેથી કેટલું દુઃખ થાય તેને તો તે વિચાર કર ! સતી સ્ત્રીનું હૃદય કેવું હોય છે, તે સતી સ્ત્રી જ જાણે છે, તે હે સમતે ! તું સતી સ્ત્રી છે, તું મારી સખી છે, તેથી સતી સ્ત્રી પતિ વિના કેવી રીતે ઝૂરીને દીવસ ગાળે છે એ વાત તું સારી રીતે જાણે છે, માટે તું કહે કે, હું હવે શું કરું? અનન્ત ઋદ્ધિના સ્વામી, એવા શુદ્ધચેતન પતિનાં દર્શન વિના એક ક્ષણ જાય છે તેપણું વર્ષ જે દુખકર લાગે છે, માટે હવે હું શું કરું? हसती तबहुं बिरानीयां, देखी तनमन छीज्यो हो. समजी तब एती कही, कोइ नेह न कीज्यो हो.॥ पिया०॥२॥
ભાવાર્થ –સમતા કહે છે કે, હે ચેતન ! હું પહેલાં પતિવિયોગી સ્ત્રીઓની બેચેન દશાને દેખીને તેમજ, પતિ વિયોગી સ્ત્રીઓનાં રૂદનને અવલોકીને હું હેરતી હતી; પતિ વિયેગી સ્ત્રીઓને દેખીને હું એમ કહેતી હતી કે, અરે! તમે કેમ દુઃખી થાઓ છો? કેમ ગાંડા જેવી બની ગયેલી દેખાઓ છો? એ પ્રકારે તેમની વિયોગી ચેષ્ટાઓ દેખીને હું મારા મનમાં હસતી હતી, પણ જ્યારે હવે હું પતિ વિયોગની દશાને અનુભવું છું, ત્યારે હું એટલું કહું છું કે કેઈ નેહ કરશે નહીં. સ્નેહના સંબધે જેઓને અનુભવ થયે હોય છે તેઓ કહે છે કે, સેહીને વિયોગ જેટલું દુઃખ
For Private And Personal Use Only