________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
અર્થાત બહુ ટુંકી છે. અહવાડાની બેકમાં ડું જલ રહી શકે છે, તેમ અહવાડામાં પણ કુવાનું પાણી રેડવામાં આવે છે, તેથી અહવાડાનું જલ પણ ખુટી જાય છે, અર્થાત્ અહવાડાની બેકનું પાણી કયાં સુધી પહોંચી શકે? તે પ્રમાણે આત્મસ્વામીને પ્રાપ્ત થયા વિનાની, અર્થાત્ આત્માનું સ્વરૂપ જેના વડે પ્રાપ્ત થાય છે, એવા અનુભવ જ્ઞાન વિનાની મતિ તે અહવાડાની બેક પેઠે ટુંકી છે. આત્મા પ્રત્યક્ષપણે પ્રાપ્ત થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવલ જ્ઞાનવડે લોક અને અલોકનું એક સમયમાં જ્ઞાન થાય છે. જગતના સર્વ પદાર્થો શ્રી કેવલજ્ઞાનવડે એક રસમયમાં ભાસે છે, આવા ક્ષાયિક ભાવના કેવલજ્ઞાનને પાર પામી શકાતો નથી. ૫રક્ષપણે આત્માની પ્રાપ્તિરૂપ જે અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે અનુભવ વિનાના જ્ઞાનના કરતાં ઉચ્ચ છે. જે બુદ્ધિવડે આત્માની પ્રાપ્તિ થઈ નથી, તે બુદ્ધિ ખરેખર અહવાડાની બેક પેઠે ટુંકી છે. આત્મા જેનાથી જણાય છે, એવી શ્રતબુદ્ધિનો વા મહિનો પાર આવતું નથી. પાતાલી ફવાનું જલ જેમ ખુટતું નથી, તેમ આમાના સ્વરૂપને પ્રાપ્ત થએલી બુદ્ધિને પણ અન્ન આવતું નથી. પ્રતિદિન આત્મજ્ઞાન વૃદ્ધિ પામ્યા કરે છે; આત્મજ્ઞાનને પાર પામી શકાતું નથી. બાહ્ય જડ વિદ્યાના મોટા મોટા પ્રોફેસરે બનો તેપણુ, અગાધ જ્ઞાન ઉત્પન્ન થવાનું નથી. આત્મજ્ઞાન વિના વ્યાવહારિક જ્ઞાનથી કદી આત્મસ્વામિની પ્રાપ્તિ થવાની નથી. આત્માનું સમ્યક સ્વરૂપ ઓળખાય અને આત્મસ્વામિની પ્રાપ્તિ થાય, તેજ જ્ઞાનની આવશ્યકતા છે; દુનિયાની બુદ્ધિની મારે જરૂર નથી. સમતા કહે છે કે, અનન્દને સમૂહ જેમાં છે એવા આભસ્વામિ વિના અન્ય સર્વ અહિતકર, દુઃખકર, ઉપાધિકર, લાગે છે; એક ફક્ત આત્મસ્વામિ મને સુખકારી લાગે છે, માટે તેને હું નમું છું અને અવરને તરછોડું છું, અર્થાત આત્મસ્વામી વિના સર્વ અહિતકર લાગે છે, એક આત્મામાંજ રમણતા કરવી તેજ શ્રેષ્ઠ-સુખકારી-લાગે છે, એમ શ્રી આનન્દઘનજી કહે છે.
पद ४१.
(ા માહ) पिया बीनुं शुद्ध बुद्ध भूली हो. आंख लगाइ दुःख महेलके जरुखे झूलीहो. ॥ पिया० ॥१॥
ભાવાર્થ–સમતા કહે છે કે, હે ચેતને ! મારા આત્મપતિ વિના હું શુદ્ધતા બુદ્ધતા, ભૂલી ગઈ છું. પતિના વિયોગથી મારી આન્તરિક દશા
For Private And Personal Use Only