________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૫) પેશાબમાં સુવર્ણસિદ્ધિ છે તેને રસસિદ્ધિનું શું કામ છે. ધન્ય છે આનન્દઘનજીને !! એમ કહી ચાલતે થે. જેના સંકલ્પબળવડે પેશાબ પણ સુવર્ણ બનાવવા સમર્થ થાય છે, તેમાં માહાત્મ્યવિના અન્ય કશું કંઈ નથી –ોગના અભ્યાસથી એવી સિદ્ધિ કે ઈ મહાચાગીને સંપ્રાપ્ત થાય છે.
શ્રીમદ્ આનન્દઘનજીના ચમત્કારોની ખબ૨ સર્વત્ર વાયુવેગે–બાવા વગેરે લેકે ફેલાવવા લાગ્યા. સારી અને બુરી વાત સર્વત્ર વાયુવેગે પ્રસરી જાય છે. શ્રીમદ્ આનન્દઘનજી મારવાડનાં ગામડાંઓમાં અને પર્વતોમાં વિચારવા લાગ્યા. જોધપુરના રાજ્યમાં વિચરતાં એક વખત કોઈ પર્વત પાસેના ગામની બહાર–દેવકૂલમાં શ્રીમદ્ આનન્દઘનજી રહ્યા હતા; તેની જોધપુરના રાજાને ખબર પડવાથી તે મુનિરાજનાં દર્શન કરવા આવ્યા. આનન્દઘનજીના શરીરમાં તે વખતે તાવ ભરાણે હતું. રાજાનું આવાગમન શ્રવણુ કરી શ્રીમદ્ આનન્દઘનજી પોતાના કપડામાં તાવને ઉતારી જરા દુર કઈ વસ્તુપર કપડે મૂકો અને પોતે શાતપણે રાજાને ઉપદેશ દેવા લાગ્યા. આત્માના ગુણેની પ્રાપ્તિ
‘માટે જે જે ઉપાયો લેવા જોઈએ તે દર્શાવવા લાગ્યા. વરને કપ- ડામાં ઉતાર્યો.
- આત્માની કિસ્મત અવધ્યા વિના શરીરની ઉપયોગિતા
.
સમજાતી નથી. સાધુ-સતેની સેવાભિત કર્યા વિના રાજ્યત્વની સફલતા થતી નથી. સન્તસાધુઓની સેવાભક્તિથી રાજાની બુદ્ધિ નિર્મલ રહે છે. સન્તસાધુઓના ઉપદેશથી રાજ્યમાં શાન્તિ ફેલાય છે અને લેકે ધમ બનવાથી રાજાને તેને લાભ મળે છે. સાધુઓની સેવાભક્તિ અને ઉપાસનાથી રાજાનું કલ્યાણ થાય છે. દાન, શીયલ, તપ અને ભાવ એ ચાર ભેદે ધર્મની આરાધના કરવી. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના અધિકાર પ્રમાણે સ્વ અને પરનું કલ્યાણ કરવું; ઈત્યાદિ ધર્મમાર્ગને ઉપદેશ આપે. ઉપદેશ પૂર્ણ થયા પશ્ચાત, નૃપની દષ્ટિ, સામા-થરથર ધ્રુજતા કપડા ઉપર પડી. રાજાના મનમાં વિચાર થયો કે, આ કપડે કેમ ધ્રુજતે હશે? રાજાના મનમાં નિર્ણય થયે નહિ તેથી તેણે શ્રીમન્ને પૂછ્યું. શ્રીમદે કહ્યું કે, કપડામાં તાવનાં પુલે છે. રાજન્ ! તારી સાથે વાત કરવી હતી તેથી મેં કપડાને દૂર કર્યો હતે, હવે તેને લઈશ. શ્રીમમાં તાવને દૂર કરવાની શક્તિ હતી. આ બાબતમાં સત્ય કેટલું હશે તે વાચકે વિચારી શકશે, પણું એટલું તે ખરૂં છે કે શ્રીમદ્દમાં અનેક પ્રકારની શક્તિ પ્રગટી હતી.
ભ. ઉ. ૨૪
For Private And Personal Use Only