________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
પ્રપંચમાં ફસાયા છે. અનાદિકાળથી પરિગ્રહ સંજ્ઞા જીવાને લાગી છે. વનસ્પતિ પણ મમતાના યોગે પત્રોવડે ફળને આચ્છાદન કરે છે. મમ તાથી જીવા મારૂં તારૂં કરે છે. મમતાના યોગે જીવેા પ્રાણને નારા કરે છે, રૂવે છે, કુટે છે અને હાયવરાળ કરે છે. મમતાના યેાગે મનુષ્ય સ્વપ્રમાં પણ સુખ પામી શકતા નથી. મમતાના વશમાં પડેલા પ્રાણીએ અનેક પ્રકારની ભ્રાન્તિને ધારણ કરે છે. મમતા મનુષ્યના હૃદયની જ્ઞાનાદિક ઋદ્ધિને ફોલી ખાય છે. હું અનુભવ ! માયા અને મમતા એ બે દુષ્ટાએ ચેતનસ્વામીને ફસાવીને દુ:ખ આપે છે. એ મેના વશમાં પડવાથી મારા સ્વામીને કદી સહજસુખ પ્રાપ્ત થનાર નથી એમ હું તમને જણાવું છું.
रीज परे वाके संग चेतन, तुम क्युं रहत उदासी ।
बरज्यो न जाय एकांत कंतको, लोकमें होवत हांसी ॥ अ० ॥२॥
',
ભાવાર્થ.—સમતાને અનુભવ જણાવે છે કે હે સમતે ! ચેતનને માયા અને મમતાની સાથે આનંદ પડે છે. તેથી તે માયા અને મમતાનું ફળ અને સ્થાન, વગેરે જાણવાની ઇચ્છાજ કરતા નથી. સાકર, શેલડી, અને દ્રાક્ષા, આદિ મધુર પદાર્થો કરતાં જેને જેના ઉપર રંગ લાગે છે તેને તે વસ્તુ વધારે મિષ્ટ-પ્રિય લાગે છે માટે ચેતનને પણ માયા અને મમતાની સંગતિથી ભ્રમયેાગે આહ્લાદ ઉદ્ભવે છે. અતએવ તેની સંગતિમાં રહે છે તેથી હું સમતે! તું કેમ ઉદાસ થાય છે? અનુભવનું આવું ભાષણ શ્રવણુ કરીને સમતા કહે છે કે, હું અનુભવ! મારાથી આત્મપતિના એકાંત સંબંધ ત્યજી શકાતા નથી. હું પતિવ્રતા સ્ત્રી છું. ત્રણ ભુવનના પદાર્થો જે આત્માના કેવલજ્ઞાનમાં એકસમયમાં ભાસે છે તેવા ઉત્તમ આત્માની હું સ્ત્રી છું. હું કદાપિકાળે રાગદ્વેષાદિ દુષ્ટ કે જે મારા પતિને ભવાભવમાં અનંતદુઃખના દેનાર છે તેને ચાહતી નથી. તેની સંગતિ પણ કરતી નથી, તેથી જગમાં મારી ઉત્તમ પ્રતિષ્ઠા ગણાય છે. હંસલી હંસને છેડીને કદાપિ કાગને સંબંધ કરે નહીં; હંસ વિના હંસલી જીવી શકે નહીં, તેમ મારા પતિ વિના હું રહી શકતી નથી. તેઓ હુને છેડીને માયા અને મમતાની સાથે રહે છે તેથી લેાકમાં તેમની તથા મારી હાંસી થાય છે, અને હું પૃથ્વીમાં પેસી જાઉં એવું મન થાય છે. હું દુનિયામાં મારી આવી દશાથી કેને મુખ દેખાડું? જેને માથે પડે છે તેજ જાણે છે. હું અનુભવ! હવે મ્હને ખીલકુલ મારા પતિ વિના ગમતું નથી. લોકેામાં હાંસી થવાથી બહુ લજ્જા આવે છે, મારે અને મારા ચેતનસ્વામીના એકાંત સંબંધ છે, મારા અને તેમના સમ્બન્ધ એક
For Private And Personal Use Only