________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષણ સભ્ય બંધ બેસતું કરીને અને અનુભવમાં લાવીને, તે પ્રમાણે આમતવને નિર્ધાર કરીને કહે છે કે, પૂર્વોક્ત આત્માનાં જે જે લક્ષણો બાંધ્યાં તે એકાંતે અમુક અમુક નયની અપેક્ષાથી અને અન્ય નય સંબન્ધ શૂન્ય હોવાથી વિરોધી લક્ષણે જણ્યાં; પણ સર્વ અંગોને અપેક્ષાએ સ્વીકારનાર, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નયને સ્વામી, આત્માનાં સર્વ લક્ષણને તે તે નયની અપેક્ષાએ કર્મસંબંધથી પ્રમાણ માને છે. નૈગમ નયની અપેક્ષાએ તથા વ્યવહાર નયની અપેક્ષાએ આત્મા રૂપી પણ કહેવાય છે. નિશ્ચય નયની અપેક્ષાએ આત્મા અરૂપી કહેવાય છે. સંસારી આત્મામાં એક વખતે વ્યવહાર નથી રૂપીપણું અને નિશ્ચય નયથી અરૂપીપણું ઘટે છે. સંગ્રહનયની અપેક્ષાએ શુદ્ધ સનાતન આત્મા કહેવાય છે. શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ સિદ્ધ સનાતન પણ કહેવાય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ઉત્પાદ અને વ્યય થવાથી આત્મા અનિત્ય પણ છે. ઋજુસૂત્ર નયની અપેક્ષાએ આત્મા ક્ષણિક કહેવાય છે. સંગ્રહ નયની અપેક્ષાએ આમા એક કહેવાય છે અને વ્યવહાર નયની અપેક્ષાએ આત્મા અનેક કહેવાય છે. એવંભૂત નયની અપેક્ષાએ આમા સિદ્ધબુદ્ધ પ્રહાય છે. એવું ભિન્ન નની તતતતુ અપેક્ષાએ તતત નયાનુસારે, સાપેક્ષાએ સર્વ નયોને માનનાર અનેકાંતવાદી જૈન, સર્વ નાની ભિન્ન ભિન્ન માન્યતાને સત્યપણે સ્વીકારે છે. એકેક નયને એકાંતે માનનારા નયવાદીએ નહઠને કદાગ્રહ કરીને બીજા નયના ધર્મનું ખંડન કરે છે; એમ પરસ્પર નિરપેક્ષાએ એકાંતવાદીઓ ભિન્ન નયકથિત ધમનું ખંડન કરીને પરસ્પર લડી મરે છે. એકાંતસંગ્રહનયથી અદ્વૈત દર્શન ઉત્પન્ન થયું છે. વ્યવહાર નયના હઠથી સાંખ્યદર્શન ઉત્પન્ન થયું છે અને એકાંત ઋજુસૂત્રની માન્યતાથી બૌદ્ધદર્શન ઉત્પન્ન થયું છે.
अनुभव अगोचर वस्तु हैरे, जानवो एहीरे लाज । कहन सुननको कछु नही प्यारे, आनन्दधन महाराज.निसा०५
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ આ પ્રમાણે સાત નયેની અપેક્ષાએ આત્માનાં ભિન્ન ભિન્ન લક્ષણે વડે આત્માનું સ્વરૂપ માનીને પિતાના મનનો સંતોષ પ્રગટ કરે છે. સાત નાની સાંકળથી, સાપેક્ષાએ આત્માના સર્વ ધર્મોનું ગ્રહણ થાય છે. તેથી તતતત્ નયની તતત અપેક્ષાઓને તત્વતત નવડે ગ્રહણ કરવાથી આત્માનાં ભિન્ન ભિન્ન લક્ષણમાં વિરોધ આવતો નથી. આનન્દઘનજી મહારાજ, પતાના અનુભવથી કહે છે, કે આત્મા બાહ્ય ઇન્દ્રિયોથી અગોચર છે,
For Private And Personal Use Only