________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાન કરતાં આત્માનું સ્વરૂપ જુદા જ પ્રકારનું થાય છે. અનુભવ રસનું પાન કરતાં આત્માની દિવ્ય દૃષ્ટિને પ્રકાશ ખીલે છે. અનુભવ કલિકાને રસ જે પીએ છે તે જ તેનો અનુભવ જાણે છે. કથન અગર શ્રવણમાત્રથી અનુભવ રસ પ્રાપ્ત થતો નથી; અનુભવ કલિકાની હદયમાં પ્રથમ જાગ્રતિ કરવી જોઈએ. અનુભવજ્ઞાની અન્તરથી રેગ શેકનો અનુભવ કરતો નથી, તેમજ લોકે ગમે તે બેલે તે તરફ લક્ષ્ય આપતે નથી; કાપવાદથી હોતો નથી. અનુભવ જ્ઞાની દીવાની દુનિયાના બેલની ઉપેક્ષા કરે છે; કેવલ સત્તાએ અનાદિ કાળથી અચલ અબાધિત કલ્યાણરૂપ શંકરરૂપ પરમાત્મ સ્વરૂપને તે અનુભવના બળે ભેટે છે; અર્થાત્ પ્રાપ્ત કરે છે. અનુભવી બાહ્ય દૃષ્ટિને બંધ કરીને અન્તરષ્ટિથી મેક્ષ માર્ગમતિ પ્રયાણ કરે છે; દીવાની દુનિયાના બેલવા ઉપર લક્ષ આપતા નથી. તે તે પોતાના સ્થાન પ્રતિ ગુણસ્થાનકરૂપ ભૂમિ ઉલ્લંઘન કરીને પ્રયાણ કરે છે અને કલ્યાણમય પરમાત્મા શંકરને ભેટે છે અર્થાત્ પિતે પરમાત્મા બને છે. वर्षाबुंद समुद्र समानि, खबर न पावे कोई । आनन्दघन व्है ज्योति समावे, अलख कहावे सोई॥अवधू०॥४॥
ભાવાર્થ –વૃષ્ટિના બિન્દુઓ સમુદ્રમાં સમાઈ જાય છે પણ તેની ખબર કેઈને પડતી નથી. અનેક વાદળાંની વૃષ્ટિ સમુદ્રમાં પડે છે તે સમુદ્રના જલરૂપ થઈ જાય છે, અર્થાત્ સમુદ્રમાં તે સમાઈ જાય છે તો પણ કેઈને તેની ખબર પડતી નથી; તેમજ આત્માની તિ આત્મામાં સમાય છે. કેવલ જ્ઞાનરૂપ જ્યોતિ કે જેમાં લોકાલોક ભાસે છે તે પણ આત્મામાં સમાઈ જાય છે, તેજ આનન્દનો ઘન અને અલક્ષ્ય કહેવાય છે એમ અનુભવીઓ જણાવે છે. અનુભવજ્ઞાનવિના અલક્ષ્ય આત્માનું સ્વરૂપ પ્રતીતિગોચર થતું નથી. આત્માની જ્યોતિ કંઈ આત્માથી ભિન્ન નથી, આત્મા અને આત્મતિ બન્ને એક રસરૂપ થઈને રહે છે; તેને કઈ વિરલા અનુભવીઓ જાણે છે. અનુભવજ્ઞાનના પણ ઘણું ભેદ છે. જેમ જેમ અધ્યાત્મશાનની ઉચ્ચ કેટી પર પગ મૂકવામાં આવે છે, તેમ તેમ જદે અને ન ભાસ થતો જાય છે. સૂત્રસિદ્ધાન્તના જ્ઞાતા, ગીતાર્થ યોગી મુનિવરનું ધ્યાનની ઉત્તમતાએ અનુભવજ્ઞાન ખીલતું જાય છે, તેમ તેમ પૂર્વના વિચાર કરતાં નવીન અનુભવમાં વિશેષ વિશ્વારા થતો જાય છે; અનુભવ જ્ઞાનની જ્યોતિ આત્મામાં સમાય છે. અનુભવી, અનુભવજ્ઞાનને કઈ પણ ચેષ્ટાથી અન્યોને પિતાનું અનુભવજ્ઞાન જણાવવા સમર્થ થતો નથી; જ્યારે અન્ય જ્ઞાની તે દશાને પ્રાપ્ત કરે છે, ત્યારે જ
For Private And Personal Use Only