________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
मन मळ्यावण प्रेम नहि, मनमेळो मुश्केल | बुद्धिसागर जाणवु, अनुभवीने सहेल ॥ २ ॥
શુદ્ધચેતના આ પ્રમાણે કથા માદ હવે પેાતાના સ્વામીરૂપ મનમેળાપીને કહે છે, તે જણાવે છે.
आप मिल्याथी अन्तर राखे, मनुष्य नहीं ते लेलू | आनन्दघन प्रभु मन मलियाविण, कोनवि विलगे चेलू ॥ मुने ॥२॥
ભાવાર્થે —શુદ્ધચેતના કહે છે કે, પોતે મળ્યાબાદ અન્તર રાખે તે મનુષ્ય ગણાય નહીં પણ તે તે લખાડ (લેલું) જાણવા. હું આનન્દઘન પ્રભા ! મન મળ્યાવિના એક નાનું માળક (ચેલું ) પણ વળગતું નથી અર્થાત્ કોઈની સાથે મેળાપ થતું નથી. તે દૃષ્ટાંત પ્રમાણે હવે આપ મારા સ્વામી થઇને કેમ મારીપાસે આવતા નથી. હું આત્મસ્વામિન્ ! આપની સાથે મારૂં મન મળ્યું છે અને હવે તમે મને મળતા નથી તેમાં શું આપની શોભા છે? નાનું બાળક પણ મને મળ્યા પછી અન્તર રાખતું નથી, તેા આપ હવે આનન્દના સમૂહત ત્રણ જગના સ્વામી થઇને મન મળ્યાય્યદ મળતા નથી એવું લખાડ પુરૂષાના જેવું આપને વર્તન શોભે નહીં; માટે હવે તમે તેરમા ગુણસ્થાનકે આવીને મારા હસ્ત ઝાલા. સ્વામી પેાતાની સ્ત્રીને મળવા આવે તેમાં સ્વામીની શાભા છે. તમારા આવવાથી લેાકાલેાકમાં પ્રકાશ થશે. ત્રણ જગત્માં આપની કીર્તિ પ્રસરશે, જન્મ, જરા અને મરણુની ઉપાધિ દૂર થશે, તમારા અને મારા વિરહરૂપ અન્તરાયકર્મ દૂર થશે. તમારી અને મારી સાદિઅનન્તમા ભાગે એકતાના ક્ષાયિકભાવે સંબંધ થશે. શુદ્ધચેતના કહે છે કે આપ મારા ઘરમાં પ્રવેશ કરશે. ત્યારથી આપને અસંખ્યાત પ્રદેશે સમયે સમયે અનંત સુખ પ્રગટશે. મારી તરફે આપશ્રીનું પ્રયાણ થતાં દશમા ગુણસ્થાનક ભૂપ્રદેશમાં માહનીયના નાશ થશે અને ખારમા ગુણુસ્થાનકમાં આવતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાય એ ત્રણ પ્રકારનાં કર્મ તેરૂપ મેલને નાશ થશે. મારા ઘરમાં આવતાં હું ચેતનસ્વામિન્ ! અનન્તકાટી સૂર્ય અને ચંદ્ર કરતાં પણ અનન્ત ગુણ અધિક આપની પ્રકાશક શક્તિ થશે; માટે મારી વિજ્ઞપ્તિ શ્રવણ કરીને મન મળ્યા બાદ અન્તર ન રાખતાં ત્વરિત મળે. એવું શુદ્ધચેતનાની વિજ્ઞપ્તિ શ્રી આત્મસ્વામિપ્રતિ છે એમ શ્રી આનન્દઘનજી જણાવે છે.
For Private And Personal Use Only