________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬) માત્મતત્વની ભાવના કરે છે. હૃદયમાં પરમાત્મપ્રભુની ભાવના કરવાથી આત્મા તે પરમાત્મા થાય છે. આત્મા સમાન અન્ય કઈ જગતમાં વસ્તુ નથી. આત્માના જ્ઞાનાદિ ગુણે ખીલવતાં આત્મા તે પરમાત્મા બને છે, પણ કેઈ વિરલા મનુ આત્મતત્ત્વની ભાવના કરે છે.
खग पद गगन मीन पद जलमें, जो खोजे सौ बौरा । चित्त पंकज खोजे सो चिन्हे, रमता आनन्द भौरा ॥अ०॥४॥
ભાવાર્થ-પક્ષીઓનો આકાશમાં કેવી રીતે પદન્યાસ થાય છે, તેમજ જલમાં માનો કેવી રીતે પદન્યાસ થાય છે, તતસંબંધી શોક કરનાર મૂર્ખ ગણાય છે; તકત જડ વસ્તુઓમાં સુખને જે શોધે છે તે પણ મૂર્ખ છે. પક્ષીઓના આકાશમાં પગલાં તથા મોનાં જલમાં પગલાં શોધવાથી કંઈ પણું ફળ પ્રાપ્ત થતું નથી, તેવી રીતે પરવસ્તુઓ કે જે ક્ષણિક છે તેમાં આત્મત્વ બુદ્ધિને ધારણ કરે છે તે મૂખે છે, તેમજ જડ વસ્તુઓમાં સુખબુદ્ધિથી મમતા ધારણ કરી આયુષ્ય વ્યતીત કરે છે તે પણ મહા મૂર્ખ છે. ગમે તે ભાષાના પ્રોફેસરે બને, જડ વસ્તુઓના શોધક બને, પણ જ્યાં સુધી આત્મતત્વને અનુભવ કર્યો નથી તાવત્ ઉચ્ચ કેટી પર ચઢવાના અધિકારી બની શકતા નથી અને મનુષ્ય સહજ ચિદાનન્દપદના સુખને પ્રાપ્ત કરી શકતા નથી. આત્માનું જ્ઞાન કરવાથી મનુષ્યજન્મની સફલતા થાય છે. સાવ નાગુ અશ્વના સેકં, કa ધક્ષેતુ ધH સેકં સર્વ પ્રકારના જ્ઞાનમાં આ ત્માના જ્ઞાનની શ્રેષ્ઠતા છે. સર્વ પ્રકારના, સર્વવસ્તુઓના ધર્મોમાં આત્મધર્મની શ્રેષ્ઠતા છે. ગમે તે રીતે પણ આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવી જોઈએ. આત્માની ક્યાં શોધ કરવી જોઈએ? ઉત્તરમાં શ્રીમદ્ અને ધ્યાત્મ તત્વવેત્તા આનન્દઘનજી કથે છે કે, જે આત્મતત્વના જિજ્ઞાસુ ભવ્ય સૂમદષ્ટિ ધારકે હૃદયકમલમાં સત, ચિત અને આનન્દમય આત્મભ્રમરને શોધે છે તે પરિપૂર્ણ આનન્દને પામે છે અને તેમની શોધ અન્ત સત્યસુખમય બને છે, માટે હૃદયકમળમાં આત્માનું ધ્યાન ધરે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં આત્મા રમણુતા કરે છે માટે તેને રામ કહે છે. રામ એવા શબ્દો ગાનારા તો ઘણું છે પણ હૃદયકમળમાં જ્ઞાન, દર્શન, આનન્દ અને વીર્યાદિ ગુણમય આત્મારૂપ રામનું જે ધ્યાન ધરે છે તેવા મનુષ્યો વિરલા છે. આનન્દન ઘન એ આત્માજ રામ છે અને તે સમતારૂપ સીતાની સાથે રહે છે એવા આત્મારૂપ રામનું સ્યાદ્વાદપણે જે સ્થાન ધરે છે તે પરમાત્મપદને પામે છે.
૧ અ૨ પાઠાન્તર
For Private And Personal Use Only