________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૫ ) ઉચ્છાસ પણ લેઈ શક્તી નથી. મારા ચેતન સ્વામિના બાળસંબધે નિદ્રા પણ જાણે રીસાઈ હેયની તેમ જણાય છે. નિદ્રા અધું દુઃખ હરે છે, પણ ચિન્તાવિનાના મનુષ્યને નિદ્રા આવે છે; જ્યાં ચિત્તાને અત્યંત વેગ હોય છે ત્યાં નિદ્રા રહેતી નથી. કેઈ પણ જાતના વિચારના પ્રવાહમાં પડેલું મન જ્યાંસુધી શાંત થતું નથી, ત્યાંસુધી નિદ્રા આવતી નથી. મારા ચિંતનના બાળસંબધે મારું મન કેની આગળ ખાલી કરૂં? સતી સ્ત્રી આવા સંબધે સુખે ઉઘે નહીં, શ્વાસ પણ લઈ શકે નહીં અને મનમાં પસ્તાય, એમાં હું સમતા સખી! કંઈ પણ આશ્ચર્ય નથી. હે સમતા સખી ! હવે તો સ્વામિના બાળ સંબધે રહેવામાં દુઃખની વૃદ્ધિ શ્વાસોચ્છાસે થયા કરે છે. મારા સ્વામિની બાલ્યાવસ્થાથી ઘાતક કમએ મારાપર ઘેરો ઘાલ્યો છે અને તે સ્વામીની મેટી ઉમર થયાવિના, અર્થાત બારમા ગુણસ્થાનકના અત્તે આવ્યા વિના મારાથી દૂર થનાર નથી. મારા સ્વામિની બાલ્યાવસ્થા હોવાથી તેઓ પરભાવ રમતમાં ખેલ્યા કરે છે. પોતાના ઘરમાં શું થાય છે તેની ખબર રાખતા નથી. કષાય, નેકષાય, આદિ પ્રમાદના સ્થાનમાં રમત રમવા દોડી જાય છે. પોતાની માતા અને પિતાનું કહ્યું પણ કરતા નથી. ઘરમાં રહેવું કઈ પણ પ્રકારે સુખકારી જણાતું નથી. હે સમતા સખી ! તું આનન્દઘનરૂપ આત્માને સમજાવ, નહીં તે હવે યોગિની થઈને ઘરમાંથી નીકળી જઈશ. [લઘુ આનન્દઘન સ્વામીને ગમે તેમ સમજાવી ઘરમાંથી નીકળીને યોગિની થઈ જાઉં એમ મનમાં વિચાર આવે છે.] પિતાના સ્વામિપર અત્યંત પ્રેમદશાના ઉદ્ધાર શુદ્ધચેતનાના છે, એમ શ્રી આનન્દઘનજી કહે છે.
v૬ ૩૭.
(ા વેઢાવ. ) ताजोगें चित्त ल्याऊं रे वाहाला.॥ ता० ॥ समकित दोरी शील लंगोटी, घुल घुल गांठ घुलाऊं। तत्त्व गुफामें दीपक जोऊं, चेतन रतन जगाऊं रे,वाहाला-ता०॥१॥
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, હે વહાલા (પ્રિય) પ્રભુ ! તે યોગમાં ચિત્ત ખેંચુ છું. બાહ્યથી દેખાતી ગિની દશા તો સર્વે ધારણ કરી શકવાને સમર્થ બને છે, પણ અન્તરથી - ગીની દશા ધારણ કરવાને કેઈક વિરલા સમર્થ થાય છે, માટે હું તે અત્તરના યોગમાં ચિત્ત ધારણ કરું છું. અન્તરની યોગદશાનો વેષ
- ૧૪
For Private And Personal Use Only