________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩) બાહ્ય વસ્તુઓને પ્રેમ છૂટે છે અને આત્મામાં આનન્દ અમૃતરસની ખુમારી પ્રગટે છે. જગતમાં આત્માવિના કેઈપણ વસ્તુ પર પ્રેમ કર ઉચિત જણુતો નથી, કેમકે જડવસ્તુઓના પ્રેમથી ઉલટું પ્રાતે દુઃખ પ્રગટે છે, માટે આત્માપર પ્રેમ ધારણ કરે તે જ ખરેખર ઉચિત છે. શુદ્ધ ચેતનની દષ્ટિરૂપ ચકેરી તે આનન્દઘન એવા ચન્દ્રને દેખી અત્યંત હર્ષ ધરે છે. શુદ્ધચેતનાની દૃષ્ટિ ખરેખર ક્ષણે ક્ષણે આત્મામાં લાગી રહી છે. કેરી ચંદ્રના સામી દૃષ્ટિ ધારણ કરીને અમૃત પાન કરે છે, તેમ શુદ્ધચેતના પણ આત્માને દેખીને આનન્દરૂપ અમૃતનું પાન કરે છે. શુદ્ધચેતના પિતાના આત્મપતિનું સ્વરૂપ નિહાળે છે, અનુભવે છે અને ક્ષણે ક્ષણે અનત કર્મની નિર્જરા કરે છે. શુદ્ધ ચેતના નવીન કર્મ આવવા દેતી નથી અને પ્રાચીન કર્મનું પરિશાટન કરે છે. શુદ્ધચેતના પિતાના આત્મસ્વામીના અસંખ્યાત પ્રદેશમાં વાસ કરીને સ્વામીના અંગને નિર્મલ કરે છે. પિતાના સ્વામિની મલીનતા ટાળીને બારમા ગુણસ્થાનકના અને તેમને શુદ્ધ, બુદ્ધ, પરમાત્મા બનાવે છે. સાદિ અનંત કાળપર્યત ક્ષાયિક ભાવે શુદ્ધચેતના આત્મપ્રભુની સાથે સિદ્ધસ્થાનમાં રહે છે; એમ શ્રી આનન્દઘનજી પિતાના ઉદ્દગારોથી જણાવે છે.
પ રૂ.
(ા ના જયવંતી) तरसकी जइ दइ को दइकी सवारीरी, तिक्षण कटाक्ष छटा लागत कटारीरी. ॥ तर० ॥१॥
ભાવાર્થ:–શુદ્ધચેતના કહે છે કે, હે સમતા સખી! મારા શુદ્ધચેતનપતિ મારા ઘેર આવતા નથી, પણ કુમતિ, મમતા અને તૃષ્ણા વગેરેને ત્યાં વારંવાર જાય છે અને અશુદ્ધ પરિણતિના ઘેર પડી રહે છે. મારા પતિ મારું કહેવું કંઈ પણ હિસાબમાં ગણતા નથી. મારા ચેતનસ્વામી પિતાનું શુદ્ધસ્વરૂપ ગાઢ નિદ્રામાં ઉંધી ગયેલાની પેઠે ભૂલી ગયા છે. હે સમતા સખી! હું સ્વામિ વિરહરૂપ તૃષાથી વલી જાઉં છું. ગરીબના ઉપર વળી દેવની સ્વારી ચઢી આવે છે, તેમ કર્મ પણ એવું ઉદયમાં આવ્યું છે કે, તે મારા સ્વામીને મારા ઘર પ્રતિ આવતાં વારે છે; મારા ચેતન પતિની બુદ્ધિમાં ફેરફાર કરે છે. દગ્ધ થયા ઉપર જેમ ડામ લગાવો તેના જેવી મારી અવસ્થા થઈ છે. કર્મની સ્વારીએ મારા ઉપર ઘેરે ઘા છે, અથોત મને ચારે તરફથી પીડે છે. મારી શુદ્ધતાને હરી લીધી હોય તેવું
ભ. ૧૫
For Private And Personal Use Only