________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧ ) मात तात अरू सज्जन जाति, वात करत है भोरी हो; चाखे रस क्युं करी छूटे, सुरिजन सुरिजन टोरी हो. ॥म०॥३॥
ભાવાર્થ:–શુદ્ધચેતના કહે છે કે, મારી માતા તથા પિતા અને સ્વજન જાતિ, મને બાહ્ય જડપદાર્થોમાં લલચાવી સંસારમાં રાખવાને માટે ભેળી ભેળી વાતો કરે છે, અર્થાત્ નાનાં બાળકને સમજાવવા જેવી વાતો કરે છે. તેઓ એમ જાણે છે કે, શુદ્ધચેતનાને આપણે બાહ્ય દુનિયાના ખેલમાં લલચાવી આપણું સબન્ધમાં રાખીશું, પણ હું તે સર્વ પ્રકારની વાતોને અવળું છું, તેથી બાહ્ય જડ પદાર્થોમાં રાગ અને દ્વેષ ધારણ કરીને ફસાઈ જાઉં તેમ સ્વમમાં પણ કેઈએ આશા રાખવી નહીં. જડ પદાર્થો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા છે, જડ પદાર્થોમાં ત્રણ કાલ જડતા વ્યાપી રહી છે. પુદ્ગલ દ્રવ્યના અનેક પ્રકારના પર્યાય થયા કરે છે. શરીર, વાણું અને મનના પુલ સ્કંધે પણ અનેક આકારેને ધારણ કરે છે અને પાંચ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય જડ પદાર્થો અનેક પ્રકારના આકારોને ભવિષ્ય કાલમાં ધારણ કરશે, તેવા જડ પદાર્થોને અનન્ત કાળપર્યત અનુભવ્યા, ચાખ્યા, પણ તેનાથી નિત્ય સુખની ગંધ પણું આવી નહીં, પણ મારા ચેતન સ્વામિના પરિચયમાં હું જેમ જેમ આવવા લાગી તેમ તેમ, હું કંઈક નિત્ય સુખની ઝાંખી અનુભવવા લાગી. અસંખ્યાત પ્રદેશી એવા ચેતન સ્વામિને અનુભવ જેમ જેમ વધતો ગયે તેમ તેમ, મારા હૃદયમાં આનન્દને સાગર પ્રગટવા લાગ્યો. મારા આત્મસ્વામિ સાથે સ્થિરેપગે સ્થિર થઈ ત્યારે, અનન્ત સુખની ઝાંખીને સાક્ષાત્કાર થયે. અર્થાત્ અપૂર્વ આનન્દરસનો સ્વાદ અનુભવવા લાગી. હવે મેં આનન્દરૂપ અમૃત રસ ચાખે છે. સતજનોનાં ટેળેટોળાં મળીને જે આનન્દ અમૃતને આસ્વાદે છે, તેવો આનન્દરસ-અમૃતરસ મેં શુદ્ધ ચેતનની સંગતિથી આસ્વાદ્ય છે. કરોડ દેવતાઓ છોડાવવા આવે તો પણ, હવે મારા પતિનો સંગ છૂટે નહીં. હવે તો મારા શુદ્ધચેતન પતિના સમાગમમાં સદાકાલ લયલીન રહેવાની. औरहनो कहा कहावत और, नाही कीनी चोरी हो; काछकछयो सो नाचत निवहे, और चाचर चर फोरी हो.॥म०॥४॥ - ભાવાર્થ-શુદ્ધતના કહે છે કે, હું સમતાસખી! અન્યની વાત અન્યને શા માટે બીજાની પાસે કહેવરાવવી જોઈએ? તેમ મારી વાત
For Private And Personal Use Only