________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪) જ્ઞાનને ધારણ કરે છે, હજી તેઓશ્રીની ઉપરનાં ગુણસ્થાનક પ્રાપ્તિરૂપ મોટી ઉમર થઈ નથી, તેથી મારે સંબધ કેવા પ્રકારનો છે તે પરોક્ષ દષ્ટિપણથી શી રીતે જાણું શકે ?
नग भूषणसे जरी जातरी, मोतन कछु न सुहाय । इक बुद्ध जियमें ऐसी आवत है, लीजें री विष खाय.॥वारे०॥२॥
ભાવાર્થ-ક્ષાયિક શુદ્ધચેતના કહે છે કે, હે સમતા સખિ ! હું નંગ, (નગીના) અને આભૂષણેથી જરી જાતરી–થઈ છું અર્થાત અલંકૃત થઈ છું તો પણ મારા તનમાં પહેરેલાં ઘરેણાં વગેરે અલંકારે મને ગમતા નથી અને એક બુદ્ધિ મારા મનમાં એવી આવે છે કે જાણે વિષ ખાઈને મરી જાઉં. મારા સ્વામિવિના આભૂષણે શરીરે પહેરેલાં જરા માત્ર પણ શોભાને આપવા સમર્થ થતાં નથી. ફક્ત હવે તે વિષ વગેરેનું ભક્ષણ કરીને મૃત્યુ કરું કે જેથી મારું દુ:ખ સર્વ ટળી જાય. આવી શુદ્ધચેતનાની દશા દેખીને પોતાના સ્વામિના મનમાં કંઈ પણ દયાભાવ ઉત્પન્ન થયાવિના રહે નહીં? અત્યંત સ્વામિપ્રેમમાં મગ્ન થેએલી શુદ્ધચેતના વિયોગથી થતા પોતાના દુ:ખથી કંટાળીને આ પ્રમાણે છેલ્લા પ્રાણુનાશક માગે ઉપર આવે છે. ચેતન સ્વરૂપ સ્વામિના આન
રસની યાસી શુદ્ધચેતના, શરીર અને પ્રાણને પણ પિતાના સ્વામિની આગળ હીસાબમાં ગણતી નથી. શરીરના ઉપરથી બિલકુલ મમતા ઉતારીને પોતાના સ્વામીમાં લીન થઈ ગઈ છે. એક સ્થિર ઉપગથી પિતાના સ્વામિનું ધ્યાન ધરે છે. સ્ત્રીને સ્વભાવ એવો છે કે પિતાના
સ્વામિના અસંબંધે તે મૃત્યુના વિચાર કરે છે, તેની ઘટના શુદ્ધચેતનામાં કવિએ ઘટાવી છે. શુદ્ધચેતનાના હૃદયમાં સ્વામીના સંબંધે અને ત્યંત ઘર કર્યું છે. આત્મસ્વામિની બાલ્યાવસ્થા છે, તેથી શુદ્ધચેતનાની વિજ્ઞપ્તિનો અમલ થઈ શકે નહીં, તેથી શુદ્ધચેતના હૃદયમાં અત્યંત દુઃખ પામે તે વાત અનુભવમાં આવી શકે છે. જગત વ્યવહારમાં પણ વર બાલક હેય અને સ્ત્રી મોટી હોય તે વિપરીત પરિમ આવે છે. શ્રીમદ્ આનન્દઘનજીએ હૃદયથી ચિત્રેલા પાત્ર પ્રમાણે જગત વ્યવહારમાં પણ મોટી વયની સ્ત્રીને નાના વરના લીધે વિપરીત પરિણામ પ્રાપ્ત થાય છે માટે વ્યવહારમાં પણ બાલલગ્નના કુરીવાજોને અટકાવવાને ખાસ બોધ મળે છે.
ना सोवत हे लेत उसास न, मनहीमें पिछताय । योगिनी हुयके निकट् घरतें, आनन्दघन समजाय. ॥वारे०॥३॥ ભાવાર્થ.–શુદ્ધચેતના કહે છે કે, હું ઉંઘતી પણ નથી અને
For Private And Personal Use Only