________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૨ )
કર્મરૂપ ચંડાળ કાળ ! યાંસુધી તું મારે અન્ત લેઈશ. હવે તે મારે અન્ત આવે તેા ઠીક, અગર હું કર્મચંડાળ કાળ! તારે અંત આવે તે ઠીક, આ પ્રમાણે કર્મને ચંડાળ કાળની ઉપમા આપીને ઉપાલંભ દેઈ પેાતાના આત્મસ્વામીને પણ તેજ વાકયથી સંખેાધીને કહે છે કે, હું પ્યારા આત્મસ્વામિન્ ! તમે અન્તકના સમાન થઈ મારા અન્ત કયાંસુધી લેશે ? હવે તેા એક, જીવ લેવા માકી રહ્યો છે, તે તમારી ઇચ્છા હાય તા હવે જીવ પણ લેઈ જાઓ. સમતાનાં આ વાકયે સ્વામિવિરહનું અત્યંત દુઃખ દર્શાવે છે. શુદ્ધ ચૈતન સ્વામિના વિરહથી સમતા અત્યંત દુ:ખિયારી બનીને આ પ્રમાણે હૃદયના ઉદ્ગારા કાઢે છે. જીવન અર્પીને પણ સ્વામીના વિરહ ટાળવાની તેની અત્યંત ઉત્કૃષ્ટ ઈચ્છા થઇ છે. પોતાના સ્વામિને મળવાને પેાતાના જીવને પણ હીસામ ગણતી નથી. સમતાને પેાતાના સ્વામિના મેળાપ વિના બિલકુલ ચેન પડતું નથી. તે ઉપર્યુક્ત વાકયાથી સ્પષ્ટ અવબાધાય છે. સમતાનું હૃદય અત્યંત પ્રેમમય છે. પેાતાના સ્વામિ વિના તેને કોઈ પણ બાબતનું ભાન રહ્યું નથી.
कोकिल काम चंद्र चतादिक, चेतन मत है जेजा । નવહનાગર બ્રાનન્દ્યન પ્યારે, આર્ફે ાંમત મુજુ ટ્રેન
રબારી
ભાવાર્થ. —સમતા કહે છે કે કેકિલ, કામ, ચન્દ્ર અને આમ્રાદિક સર્વે મદાન્મત્ત અવસ્થામાં જે જે વસ્તુઓ હેતુભૂત છે, તે તે વસ્તુઓ મારા ચેતન સ્વામિના મેળાપના અભાવે સુખકર નથી. સમતાના કહેવાને અભિપ્રાય એ છે કે, મારા શુદ્ધચેતનવિના કોકિલાદિ દુઃખકર છે. અનહુદ નેિ તે અન્તરમાં કોકિલાના સ્વર સમજવા. અન્તરમાં ધ્યાન ધરીને આત્મસ્વભાવે રમવું તે રૂપ કામ સમજવા. અન્તર શાંતભાવરૂપ ચન્દ્ર સમજવા. ચારિત્રરૂપ આમ્રવૃક્ષની અનુભવ કલિકારૂપ માર સમજવા. ઇત્યાદિ સર્ચ હેતુએ મારા સ્વામિને મળવામાં પ્રેરણા કરાવે છે અને તે મારા શુદ્ધ ચેતન સ્વામિને મળવામાં અભિમત છે. પણ શુદ્ધચેતનસ્વામિના અભાવે કંઈ પણ આનન્દ મળતા નથી. મારા શુદ્ધચેતનસ્વામિના મેળાપના જે જે અભિમત હેતુએ છે તે અમુક અંશે પ્રાપ્ત થયા છે, તેથી આત્મપ્રભુ મળવાની આશા બંધાઈ છે. આશામાં ને આશામાં જીવન વહનારી સમતા આશાના ઉદ્ગારાથી કહે છે કે હું નવલનાગર ! (પ્રથમની હિરાત્મદશાથી ખસીને અતરાદશાને પ્રાપ્ત કરનાર) આનન્દના સમૂહભૂત મારા પ્રિય સ્વામિન્ ! મારા સ્થિરતારૂપ ઘરમાં આવીને તું મને અમીરી (સ્વતન્ત્ર દશાના
For Private And Personal Use Only