________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૫) સમજે છે, તેઓ દુનિયાદારીની જંઝાળમાં ફસાઈ જઈને આત્મદેવને અવધી શકતા નથી. મૂઢ છ પાષાણ અને વજન જેવા કદાગ્રહી હોય છે. મૂઢ મનુષ્ય બાહ્યવસ્તુઓમાં આત્મબુદ્ધિને ધારણ કરે છે. મૂઢ મનુ બાઘવસ્તુઓમાં સુખની બુદ્ધિ ધારણ કરીને બાધવસ્તુઓ માટે લડે છે, મરે છે અને દુર્ગતિમાં જાય છે, તેમજ કુદેવ, કુગુરૂ અને કુધર્મમાં ફસાઈ જઈને આત્માને સમ્યપણે અવબોધી શકતા નથી. મૂઢ મનુષ્ય જડ અને ચેતનની ભિન્નતાને જાણી શકતા નથી. પિતાના હૃદયમાં આત્માને ઓળખીને તેની ભાવના કરે એવા મનુષ્ય જગત્માં દુર્લભ છે. પોતાના હૃદયમાં આત્મારૂપ ચિદાનન્દ પરમાત્મા વિરાજી રહ્યા છે. આત્મતત્ત્વનું જ્ઞાન કરવાથી સત્યતવને અવબોધ થાય છે. અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસીઓ હૃદયમાં પરમાત્મતત્વની ભાવના કરે છે; જેઓએ તત્ત્વજ્ઞાની ગુરૂની ઉપાસ્તિથી આત્મતત્વબંધી જ્ઞાન કર્યું છે, તેઓજ હૃદયમાં પરમાત્મસ્વરૂપની ભાવના કરી શકે છે. પરમાત્મતત્વની ભાવના માટે અન્ય ઘણું સદ્ગુણે મેળવવાની જરૂર છે. આત્મતત્વનો અનુભવ કરવા માટે અનેક શાસ્ત્રો કે જેમાં આ ત્માની શક્તિ સંબંધી ઘણું વિવેચન કરવામાં આવ્યું હોય તેવાં શાસ્ત્રનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ. સાત દ્વારા આત્માની માન્યતાને પરિપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. જગતની સર્વ ઈષ્ટ વસ્તુઓ ઉપર રાગ અગર અનિષ્ટ વસ્તુઓ પર દ્વેષ ન કરવો જોઈએ. દયા, દાન,વિવેક, સન્તસેવા, ગુરૂની સેવા ચાકરી, ગુરૂનું બહુમાન અને ગુરૂનું વૈયાવચ કરવું જોઈએ. મૈત્રી, પ્રમાદ, મધ્યસ્થ અને કારૂણ્ય એ ચાર ભાવના આદિ ભાવનાઓને ભાવવી જોઈએ. કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્તિ અને તેના નાશમાં સમાન વૃત્તિ રાખવી જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્રને પરમધન સમજવું જોઇએ. નિશ્ચયનય અને વ્યવહારનયથકી ચારિત્રનું સ્વરૂપ અવબેધવું જોઈએ. આત્માની શક્તિ ખીલવવાના ઉપાય અવધવા જોઈએ. સાધદષ્ટિ અંતરમાં રાખવી જોઈએ. સાંસારિક પદાર્થોથી અલિપ્ત રહેવાને અભ્યાસ કરવો જોઈએ. ગાડરીયા પ્રવાહની પેઠે પ્રવૃત્તિ ન કરતાં દરેક બાબતોને બરાબર જાણીને પ્રવૃત્તિ કરવી જોઈએ. સર્વ વસ્તુઓમાં સારામાં સાર આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ. આત્મતત્ત્વજ્ઞાની પુરૂની સંગતિ કરવી જોઈએ. સદગુરૂને વારંવાર તત્ત્વની પૃછા કરવી જોઈએ, સગુરૂની સાથે ઘણું લાંબા કાળપર્યત સાથે વસવું જોઈએ, કારણ કે ગુરૂની સાથે દરરેજ રહેવાથી પ્રતિદિન અભિનવજ્ઞાનની પ્રાપ્તિ કરી શકાય છે. આ પ્રમાણે ઉપાયને આદરતાં કેઈ વિરલા મનુબે આત્માને અનુભવ કરીને હૃદયમાં આત્મરૂપ પર
For Private And Personal Use Only