________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૫ )
| ઋોધ છે. विषयैः किं परित्यक्तैर्जागर्ति ममता यदि, त्यागात् कञ्चकमात्रस्य भुजङ्गो नहि निर्विषः ॥१॥ कटे नहि गुणग्रामं प्रगुणीकुरुते मुनिः, ममता राक्षसी सर्व भक्षयत्येकहेलया ॥२॥ व्याप्नोति महती भूमिं वटबीजाद्यथा चटः,
तथैकममताबीजात् प्रपञ्चस्यापि कल्पना ॥ ३॥ જે હદયમાં મમતા જાગ્રત છે તે વિષના ત્યાગવડે શું? કાંચળીના ત્યાગમાત્રથી સર્પ કંઈ નિર્વિષ થતો નથી. મુનિ મહાપ્રય ગુણેના સમૂહને ભેગે કરે છે પણં મમતા રાક્ષસી જે વળગે છે તો એક ક્ષણમાત્રમાં મુનિના સર્વ ગુણનું ભક્ષણ કરે છે, ત્યારે તે ગૃહસ્થમાં, ગુણ ઉત્પન્ન થવા દે નહીં એમાં શું કહેવું? વડના બીજથી ઉત્પન્ન થએલે વડ જેમ મોટી ભૂમિને વ્યાપ્ત કરે છે, તેમ એક મમતા બીજની કલ્પનાથી અન્ય સર્વ કલ્પનાઓ મનને વ્યાપ્ત થાય છે. એક નાના બાળકથી તે વૃદ્ધપર્યંત સર્વ મનુષ્યોના હૃદયમાં મમતા વ્યાપીને રહે છે. જે વસ્તુ કદાપિકાળે સુખની આપનારી નથી, તે વસ્તુમાં પણ મમતાવંત મુંઝાય છે અને તેના ઉપરથી મૂચ્છ ઉતારી શકતો નથી. મનુષ્યની દૃષ્ટિમાં મલીનતા લાવનારી અને અનેક મનુબેમાં પરસ્પર યુદ્ધ કરાવનાર મમતા છે. દેશની મમતા, જાતિની મમતા, ગામની મમતા, રાજ્યની મમતા, કુટુંબની મમતા, પુત્રની મમતા, પુત્રીની મમતા, ઘરહાટની મમતા, ગાડીવાડીલાડીની મમતા, શરીરની મમતા અને પરિગ્રહની મમતા એમ અનેક પ્રકારે મનુના હૃદયમાં મમતાને ઉત્પાદ થાય છે. એક નિર્જીવ વસ્તુની મમતા ધારણ કરીને મૂર્ખ છો અનેક પ્રકારનાં દુઃખેને ભગવે છે. મમતાવંત જીવો - ધળાની પેઠે વિવેકદ્રષ્ટિથી કંઈ પણ દેખી શકતા નથી. મમતાના વિચારેથી કંજુસાઈપણું વૃદ્ધિ પામે છે. મમતાના વિચારોથી આત્માઓ હૃદયમાં મમતાના સંસ્કારની વૃદ્ધિ કરે છે અને તેથી પરભવમાં પણ દુઃખી થાય છે.
धन धरतीमें गाडै बौरे, धूर आप मुख ल्यावे । मूषक साप होवेगा आखर, तातें अलच्छी कहावे ॥सा०॥२॥
ભાવાર્થ-મૂર્ખ મનુ ધનનું રક્ષણ કરવા ધનને જમીનમાં દાટે છે અને તે દાટેલા વાસણના મુખ ઉપર ધૂળ વાળે છે. શ્રીમદ આનન્દઘનજી કહે છે કે, તે ધનના ઉપર થૂલ વાળતા નથી, પણ
For Private And Personal Use Only