________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 48 )
માટે સ્પર્શે તે હું આત્મા નથી. મીણ, કડવા અને આમ્લ, વગેરે રસે છે તે પુદ્ગલચના પર્યાય છે તે જડ છે તેથી હું આત્મા ભિન્ન છું. સુરભિ અને અસુરભિ એ બે પ્રકારના ગન્ધ છે, એ બે પ્રકારના ગન્ધ તેપણ હું આત્મા નથી; ગન્ધરૂપ જડ વસ્તુથી આત્મા ભિન્ન છે તેથી . ગન્ધરૂપ પરવસ્તુમાં સુખબુદ્ધિ ધારણ કરવી તે યોગ્ય નથી. જે જે દ્રશ્ય પદાર્થો દેખાય છે તેમાં હું-આત્મા-કાઈ પણ રીત્યા નથી. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, ચૈતન્યની મૂર્તિમય અને આનન્દને સમૂહભૂત આત્મા છે, એજ મારૂં સ્વરૂપ છે; એવી રીતે મને જે આળખે છે તેજ મારૂં નામ રાખે છે. અને એવા આત્માને ઓળખનારા સેવકે આનન્દઘનરૂપ આત્માની અલિહારી જાય છે, અર્થાત્ તેના સેવકો આત્માની ઉપાસનારૂપ અલઇ લેછે. આત્માનું સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે. વ્યવહાર અને નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ સમજવું જોઈએ. માહ્ય જે જે પદાર્થોમાં અહંત્વ અને મમત્વ થાય છે તે માહના યાગથી થાય છે. ખાદ્યવસ્તુમાં આત્મા નથી. પૂર્વોક્ત ખાદ્યપુરૂષાદિ આકારમાં આત્મત્વના આરેપ માનીને જે અહંત્વ અને મમત્વભાવને ધારણ કરે છે તેઓ આત્મસ્વરૂપને ઓળખી શકતા નથી. આત્માના ચૈતન્યાનન્દ ગુણાને જેએ આળખે છે, તે અમારૂં નામ રાખે છે એમ શ્રી આનન્દઘનજી ફહે છે.
૧૬ ૨૦.
( IT દ્રારાાવરી. )
साधो भाई समता रङ्ग रमीजे, अवधू ममता सङ्ग न कीजे ॥ सा० ॥ संपति नाहीं नाहीं ममतामें, ममतामां मिस मेटे । खाट पाट तजी लाख खटाउं, अन्त खाखमें लेटे,
॥ સા
ભાવાર્થ.—હૈ સાધુપુરૂષા ! અન્ધુએ ! સમતાના સંગમાં રમવું જોઇએ. હવે મમતાના સંગ ન કરવા જોઇ એ. મમતાભાવમાં ખરી લક્ષ્મી નથી. મમતામાં રમવાથી કાળાશ લાગે છે. લાખા રૂપૈયાના વા સાનૈયાના કમાનાર અન્તે ખાટલા, પાટલા અને ઘરઆર, વગેરેને ત્યાગ કરીને ચાલ્યા ગયા અને તેએના રારીરની સ્મશાનમાં રાખ થઈ ગઈ. મહાન્ ચક્રવાત રાજાઓ, વગેરે. મનુષ્યા ચાલ્યા ગયા પણ તેની સાથે સાંસારિક વૈભવ ગયા નહીં. શ્રીયશેવિજય ઉપાધ્યાય અધ્યાત્મસારમાં લખે છે કેઃ
For Private And Personal Use Only