________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૮ ) મેહની અનેક પ્રકાની મલીનતાને તેણુએ ત્યાગ કર્યો, રાગ અને દ્વષ તેનાથી દૂર થયા. કઈ પણ પ્રકારની લાલસાઓ હવે રહી નહીં; સર્વ પ્રકારની ઈછા તેણીની શાન્ત થઈ તેના ઘરમાં સર્વત્ર ઉજવલતા પ્રકાશવા લાગી. કેવલ જ્ઞાન અને કેવલ દર્શન એ બે ચક્ષુથી પિતાના સ્વામીને નિરખીને સહાનન્દમય બની ગઈ. કઈ જાતનું અંશમાત્ર પણ તેને દુઃખ રહ્યું નહીં. આનન્દઘન શુદ્ધ ચેતનના સંયોગે તન્મય બનીને અનત આનન્દ ભેગવવા લાગી; એમ શ્રી મદ્ આનન્દઘનજી મહારાજ પિતે હૃદયના આનન્દ ઉતારોથી સમતાનું સ્વરૂપ કથે છે.
પ૬ રૂક.
(ા નો.) देखो आली नट नागरको सांग ॥ देखो० ॥ औरही और रंग खेलति तातें, फीका लागत अंग॥ देखो० ॥१॥
ભાવાર્થ.–ચેતના કહે છે કે, સમતા સખિ ! નટનાગર, અર્થાત નાગરિકમાં ઉસ્તાદ એવા આત્મારૂપ નટને વેષ તો જુઓ, કેવી તેની દશા થઈ ગઈ છે? તે ક્ષણે ક્ષણે અશુદ્ધ પરિણતિના યોગે જુદા જુદા પ્રકારના રંગ ખેલે છે, તેથી તેને રંગ કે લાગે છે. અશુદ્ધ પરિપુતિના ગે આત્મસ્વામી ક્ષણમાં સ્પર્શેન્દ્રિય સુખો ભેગવવા વળખાં મારે છે. ઘડીમાં અનેક પ્રકારનાં મિષ્ટાન્નો ખાવાની ઈછા કરે છે, ઘડીમાં અનેક પ્રકારનાં નાટક જોવાની ઈચ્છાથી અનેક જાતની પ્રવૃત્તિ કરે છે, ઘડીમાં અનેક જાતની ચિંતા કરે છે, ઘડીમાં હાસ્યના ખેલ ખેલવા મંડી જાય છે, ઘડીમાં દીનતા દેખાડે છે અને પિતાને દીન ધારી અજેની ખુશામતને ખેલ આરંભે છે. ઘડીમાં કીર્તિના ખેલમાં ફસાઈ જઈને અનેક પ્રકારના ઉપાયોથી કીર્તિનાં બણગાં સાંભળવાની ઈચ્છામાં લયલીન થઈ જાય છે. ઘડીમાં ભ્રાંતિવડે અનેક જડ પદાર્થોમાં અહંન્દુ અને મમત્વ કપીને તેઓની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. ઘડીમાં નામની મમતામાં લલચાઈને પોતાનું નામ અમર કરવા અનેક પ્રકારના વિકલ્પસંક કરે છે. ઘડીમાં અન્ય મનુષ્યને શત્રુઓ કપીને તેઓને નાશ કરવા, મન, વચન અને કાયાથી પૂર્ણ પ્રયત્ન કરે છે. ઘડીમાં તૃણુરૂપ મદિરાનું પાન કરીને અનેક પ્રકારના પદાર્થોને પ્રાપ્ત કરવા હિંસારને સેવે છે. ઘડીમાં માનના આવેશમાં આવી જઈને અહંકારનો ખેલ ભજવે છે; પોતાના સમાન અન્ય કેઈને માનતો નથી. ઘડીમાં અનેક પ્રકારના કપટના
For Private And Personal Use Only