________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૮) आशा दासीके जे जाया, ते जन जगके दासा । आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा.॥ आ०॥२॥
ભાવાર્થે-જે આશા દાસીના પુત્રો બને છે તે મનુ જગતના દાસ બને છે. દાસીના પુત્ર દાસત્વ કરે એ નિયમ છે. આશાના વશીભૂત થએલા મનુષ્યો નિર્જીવ પદાર્થોની સ્પૃહા ધારણ કરીને અનેક પ્રકારની ઉપાધિ વેઠે છે. આશાના દાયભૂત બનેલા મનુ નીચ મનુષ્યની લાજ મૂકીને સેવા કરે છે અને અન્ય મનુષ્યોને રાંક જેવું મુખ કરીને કરગરે છે. સ્પૃહાથી મનુષ્ય પિતે ગમે તેવો હોય તો પણ પરતંત્ર બને છે. સ્પૃહાયેગે જેના મુખ સામું જોતાં અરૂચિ થાય તેના સામું જોઈને તેની સ્તુતિ કરવી પડે છે. અનેક પદાર્થોની સ્પૃહા કરીને મરણુપર્યત સતત પરિશ્રમ વેઠવામાં આવે છે તો પણ તે કહેવું પડે છે કે, હાય અરે ! દુનિયામાં કંઈ સુખ જોયું નહીં, આવા અસુખના ઉદ્ગારે કાઢવા પડે છે. ધનપતિ થવાની આશા, સત્તાધારી થવાની આશા, રાજ્યતંત્ર કબજામાં કરવાની આશા અને સર્વના ઉપરી બનવાની આશા. તે આશાઓ પૈકી અમુક આશાઓ પાર પડે છે, તો પણ જે જે પદાર્થો મળે છે તેનાથી ખરૂં સુખ મળતું નથી. આશાનો સ્વભાવજ એ છે કે કદાપિ કાળે તેને પાર આવતો નથી. આશાના યોગે પ્ર. વૃત્તિચક્રમાં ગુંથાવું પડે છે અને માનસિક પીડાઓના વશમાં રહેવું પડે છે. આશાએ મધમાખીઓની પેઠે હૃદયમાં ગણગણાટ કર્યા કરે છે. એક આશા પુરી થતાં અન્ય જડ વસ્તુની સ્પૃહા થયા કરે છે. જેઓ આશાને પોતાની દાસી બનાવીને તેના નાયક બને છે તેઓ અનુભવ અમૃતપાન કરવાના અધિકારી બને છે. આશાના દાસે જે હોય છે તે તે કદાપિ અનુભવ અમૃતપાનના અધિકારી બની શકતા નથી. સાકરનું ભક્ષણ કરવાનો અધિકાર ગધેડાને નથી તેમજ, જેઓ આશાદાસીના પુત્ર બને છે તેઓ અનુભવ અમૃતરસ પાનના અધિકારી ક્યાંથી બની શકે ? જેઓ પૃહાના વિચારોને મનમાં ઉત્પન્ન થતાજ વારે છે, તે જ ખરા જ્ઞાની છે. જેઓ પર પુદ્ગલ વસ્તુમાં સુખ નથી, એમ જાણી જડ વસ્તુઓમાં મમત્વથી બંધાતા નથી અને ધન, કીર્તિ, સ્ત્રી, ધન, પુત્ર, વૈભવ, ઘરબાર, માન અને પ્રતિષ્ઠા, આદિની સ્પૃહા ધારણ કરતા નથી, તેઓ નિઃસ્પૃહી હોવાથી જગતને તૃણવત્ ગણે છે. જીવનની આશાને પણ જેઓએ ત્યાગ કર્યો છે, તેઓ આત્મજ્ઞાનપૂર્વક અનુભવ અમૃતપાનના અધિકારી બને છે.
मनसा प्याला प्रेम मसाला, ब्रह्म अग्नि परजाली । તન માટી વટારિયેસ, ના ગમવ ાસ્ત્રી. ગ્રારા.
For Private And Personal Use Only