________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦ ) પમાં સ્થિરતા કરીને અનુભવ પ્રેમરસ પ્યાલો પીવાને છે. સર્વ પ્રકા૨નાં શાસ્ત્રોમાં અધ્યાત્મશાસ્ત્ર ઉત્તમ છે. સર્વ પ્રકારના જ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાન ઉત્તમ છે. અર્થાતHજ્ઞાને વાર વિઘટે મા મા મોત, ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાની રીત | શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કચ્યું છે કે, રાષ્ટ્રના મુળ દો. આત્મજ્ઞાનવડે મુનિપણું પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાનનાં શાસ્ત્રો વાંચીને પણ તેમાં સ્થિરતા કરવી જોઈએ. આત્મામાં શુદ્ધ ઉપગથી રમણતા કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનવડે અગમ એવા અનુભવ પ્યાલાનું સ્વરૂપ જાણીને અનુભવ પ્રેમરસ પ્યાલાને હે ચેતન ! તું પી જા. તેથી આનન્દ સમૂહભૂત ચેતન પોતાના સ્વરૂપમાં ખેલશે, અને થત લહેર મારશે. અનુભવપ્રેમરસની ખુમારી એટલી બધી ચડશે કે તે આત્માના અસંખ્યાત પ્રદેશ વ્યાપી જશે અને તેના પ્રતાપે અતે દિવ્ય જ્ઞાનશક્તિ ખીલશે અને તેથી લોકમાં રહેલા સર્વ પદા
નું નાટક દેખાશે. માટે હે આત્મન્ ! તારે તો અનુભવ પ્રેમરસ પ્યાલો પીવો જોઈએ. જગતમાં અધ્યાત્મયોગીઓ આવા ઉત્તમ પ્યાલાને પીવા રામર્થ થાય છે. આ ખ્યાલ પીતાં કેઈની પૃહા રહેતી નથી. શેઠ, રાજ, ચક્રવર્તિ અને ઇકોની પણ પરવા રહેતી નથી. બાહ્ય પદાર્થો કે જે બાહ્યદૃષ્ટિથી દેખતાં સુંદર લાગે છે પણ અનુભવજ્ઞાનના વેગે અન્તરદષ્ટિ થતાં તેમાં કંઈ સાર દેખાતો નથી. અનુભવરસ પ્યાલાના પીનારાઓ દુનિયાના સર્વ તમાસા દેખે છે અને પિતાના સ્વરૂપની લહેરમાં આનન્દી રહે છે. દેહ છતાં પણ મુક્તિના સુખનો અનુભવ કરે છે. શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે અનુભવ પ્રેમરસ પ્યાલો પીધા પછી ચેતન જુદા જ પ્રકારે ખેલીને દુનિયાને તમાસારૂપ દેખે છે.
ઘર ૨૨.
(રાગ સારાવી.) अवधू नाम हमारा राखे, सो परम महारस चाखे. ॥अवधू०॥ नहीं हम पुरूषा नहीं हम नारी, वरन न भात हमारी । जाति न पांति न साधन साधक, नहीं हम लघु नहीं भारी.॥अ०॥१॥
ભાવાર્થ-પિતાનું નામ પુત્ર રાખે છે, પિતા પુત્રને મૃત્યુ વખતે કહી જાય છે કે હે પુત્ર ! તું મારું નામ રાખજે. પિતાનું નામ રાખવા પુત્રોની જરૂર છે અને તદર્થ વૃદ્ધાવસ્થામાં પણ કેટલાક પુરૂષે લગ્ન કરે છે. શ્રીમદ્ આનન્દઘનજી વિચાર કરે છે કે મારે તે કઈ શિષ્ય તરીકે સાધુ નથી, ત્યારે મારું નામ કોણ રાખશે? તત્સંબંધી અન્તરમાં
For Private And Personal Use Only