________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
ભાવાર્થ.—આનંદઘનજી કહે છે કે હું આત્મન્ ! હું શી યાચના કરૂં? મારામાં યાચના કરવાની કોઈ પણ પ્રકારની યોગ્યતા જણાતી નથી. આનન્દઘનજી કહે છે કે હું ગુણવડે હીન છું. હે આત્મન્ ! તારા ગુણને ગણુ ગણવાને હું પ્રવીણ નથી. જેનામાં ગુણ હાય તેની યાચના સફળ થાય છે. ગુણાથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. જે જે વસ્તુઓની પ્રાપ્તિમાટે ઇચ્છા હોય તે પૂર્વે તે તે વસ્તુની પ્રાપ્તિમાટે કયા કયા ગુણના અધિકાર મેળવવા જોઈએ તેના પ્રથમ નિશ્ચય કરવા જોઈએ, સદ્ગુણાવડે અધિકાર પ્રાપ્ત કર્યાં વિના કોઈ વસ્તુ મળનાર નથી. પરમાત્મપદ પ્રાપ્તિની ચાગ્યતા મારામાં જણાતી નથી. તેનું કારણ તાવે છે કે, પ્રભુના ગુણેાને ગાવાની માતૃતાશક્તિ પણ કેવી હાવી જોઈએ તેના સમ્યગ્ અબાધ નથી. કોઈ વાદ્ય વગાડીને પરમાત્મદેવને પ્રાપ્ત કરવાની કળા પણ જાતે નથી. ષડ્જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, અને નિષાદ સ્વરા તથા ચન્દ્ર અને સૂર્યનાડી સ્વર વગેરેના ભેદને પણ પરિપૂર્ણતયા અવએધી શકતા નથી.રીજ પણ જાણતા નથી અને રીઝાવવાનું સ્વરૂપ પણ સમ્યગ્નીત્યા અવબેાધતા નથી. પરમાત્મ પ્રભુના ચરણકમલની સેવા પણ ખરાખર જાણતા નથી. પ્રભુની સેવાના અનેક ભેદ છે. પ્રભુની સેવા કરવી એ કંઈ સામાન્ય વાત નથી. મન વચન અને ફાયાનું અર્પણ કર્યા વિના પ્રભુની સેવા થઈ શકતી નથી. સ્વાર્થને ત્યાગ કર્યા વિના પરમાત્મપદની સેવા થઈ શકતી નથી. શુદ્ધ પ્રેમ અને નિષ્કામ કરણી એ બેની જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે પ્રભુપદની સેવાના અધિકારી બની શકાય છે. પ્રભુપદની સેવાર્થે હૃદયશુદ્ધિની આવશ્યકતા છે; કમલના જેવું હૃદય અનાવવું જોઇએ. સેવાની કથની કરવી તે શિષ્ય જેવી છે અને સેવામાં રહેવું તે ગુરૂ બરાબર છે. મારામાં પ્રભુપદની સેવાની ચેાગ્યતા નથી, તેમ સેવાને યોગ્ય જે ગુણા જોઈએ તેઓને પરિપૂર્ણ જ્ઞાનવડે આરાધી શકતે નથી; એમ આનંદઘનજી
કહે છે.
वेद न जानुं किताब न जानुं, जानुं न लच्छन छंदा । तरक वाद विवाद न जानुं, न जानुं कवि फंदा ॥ अवधू०॥२॥
ભાવાર્થ.--ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચાર વેદને પણ હું જાણતા નથી. હિન્દુધર્મના જેટલા ભેદો છે તે સર્વે વેદાંતર્ગત છે. અમુક વેદ અને અમુક શ્રુતિની મુખ્યતાએ અમુક વેદાંતદર્શન ઉત્પન્ન થયું છે. પ્રથમના ચાર વેદેશમાંથી ઘણી શ્રુતિયો નષ્ટ
For Private And Personal Use Only