________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
पद २३.
(રાગ મારારી.) अवधू अनुभव कलिका जागी, मति मेरी आतम समरन लागी,
_| ચ | जाये न कहुं और ठिगनेरी, तेरी विनता वेरी । માયા વેરી કુટુંબ ના હાથે, TRા ડેઢ દિન રીઝવધુ મા.
ભાવાર્થ –હે અવધૂત ! હવે મારા હદયમાં અનુભવ કલિકા - ગ્રત થઈ છે; અને તેથી મારી મતિ આત્માનું સ્મરણ કરવા લાગી છે. હવે તે ચેતી ગઈ છે કે ક્રોધાદિક શત્રુઓ મારા હિતના કરનાર નથી. તે ક્રોધાદિક પરભાવ પાસે જતી નથી. અનુભવ કલિકા ખીલ્યા પછી સુમતિએ માયા દાસીના સર્વ કુટુંબને પિતાના વશમાં કરી દોઢ દીવસસુધી ઘેરી લીધું અને તેથી હવે રાગ, દ્વેષ વગેરે શત્રુઓનું જોર નરમ પડયું છે અને હવે તેમનું જોર હઠવા લાગ્યું છે. સુમતિનો એટલે બધે પ્રતાપ છે કે માયાના કુટુંબથી હવે મારા સામું જોવાતું નથી. ચેતન કહે છે કે, માયાએ મહેને ચોરાશીલક્ષ વોનિમાં ભમાવીને મારૂં સર્વ ધન ફોલી ખાધું હતું, તે મને ઈન્દ્રજાલની વિદ્યાની પેઠે કંઈને કંઈ ઠેકાણે મેહ પમાડતી હતી; તેથી મારી શુ બુદ્ધિ નષ્ટ થઈ હતી. તે મને મમત્વ દારૂનું પાન કરાવીને ઘેનમાં ચકચૂર રાખતી હતી તેથી મેં મારા ખરા સ્વરૂપને જાણ્યું પણ નહીં; હવે તો સુમતિ જાગવાથી ખરેખરૂં મને દેખાવા લાગ્યું અને હવે સુમતિના પ્રતાપથી જાગ્રત થયો છું.
जरा जनम मरन वस सारी, असरन दुनिया जेती । देढव काई न बागमें मीयां, किसपर ममता एती.॥अवधू०॥२
ભાવાર્થ-જેટલી દુનિયા છે તેટલી દુનિયાની અંદર રહેનાર સર્વ જીવો જન્મ, જરા અને મૃત્યુના વશમાં પડયા છે. “કેનવીશરણે નવીશરણે.” જગતમાં કેઈ શરણુ નથી, મૃત્યુથી રક્ષણ કરનાર કેઈ નથી. સંસારમાં સર્વત્ર દુઃખના હેતુઓમાં જીવો ફસાયા છે. દુઃખકારક પદાથોને પણ સુખની ભ્રાન્તિથી સુખકારક માનીને પામર જીવો ફસાય છે. મધુલિપ્ત ખડધારાને ચાટવાની પેઠે સાંસારિક પદાર્થોમાંથી જીવોને સુખ મળે છે, અર્થાત જો સુખનો ઉપભોગ લેવા પ્રયત્ન કરે છે, પણ ઉલટો દુઃખનો ઉપગ પ્રાપ્ત થાય છે. તે પણ સંસારિ જોને બાહ્ય વસ્તુઓની મમતા
For Private And Personal Use Only