________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ની સિદ્ધિ થતી નથી, તેમ જ્ઞાનવિના આત્મા નથી અને આમાવિના જ્ઞાન નથી. જ્ઞાન એ આત્માને સ્વાભાવિક ધર્મ છે. જેઓ જ્ઞાનને આત્માને ધર્મ માનતા નથી તેઓ મેટી ભૂલ કરે છે. અનંત જ્ઞાનમય આત્મા છે એમ સિદ્ધાતોથી સિદ્ધ થાય છે.
आनन्दधन प्रभु वचनकीरे, परिणति धरी रुचिवंत । शाश्वत भाव विचारके प्यारे, खेलो अनादि अनन्त.॥वि०॥५॥
ભાવાર્થ – સહજ આનન્દના સમૂહભૂત એવા સર્વજ્ઞ વીતરાગ પ્રભુનાં વચન, કે જે આગમ વગેરેમાં ગુંથાયલાં છે તેને પાર પામી શકાય તેમ નથી; દ્વાદશાંગીરૂપ જિનવાણીનો આધાર સર્વ ભવ્ય જીવોને છે; ભગવાનના આગમમાં સર્વ પદાર્થોનું સ્વરૂપે વર્ણવ્યું છે. કલિકાલમાં જિનેશ્વર આગમોનો આધાર છે. હે રૂચિમતો ! પ્રભુચનની શ્રદ્ધારૂપ પરિણતિને ધારણ કરે, તેમજ વીતરાગ પ્રભુના વચન પ્રમાણે આત્માની ચારિત્ર પરિણતિને ધારણ કરો, વીતરાગ પ્રભુનાં વચનને વિચારીને વીતરાગદશા થાય તેમ પ્રયત્ન કરે, પ્રભુ વચનની પ્રતીતિ થયાવિના મોક્ષમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. પ્રભુની વાણુંમાં વિશ્વાસ ધારણ કરીને જે મનુષ્ય પિતાના આત્મામાં રમણુતા કરે છે, તે અલ્પ કાલમાં મુક્ત થાય છે. પ્રભુના આગમ ઉપર રૂચિ થતાં પ્રભુની ઉપર પ્રેમ થાય છે અને તેથી આત્મા, પ્રભુના સગુણ લેવાને સમર્થ બને છે. આત્મા, પ્રભુનું આલંબન પામીને સાલંબન ધ્યાનમાં મગ્ન થાય છે. પ્રભુનાં વચનો વિચારીને તેનાં રહસ્યોને વિચારવાને સમર્થ બને છે અને તેથી તે જિના ગામોમાં કહેલા, અનાદિ પ્રવાહપ્રચલિત શાશ્વત ભાવોને વિચારી શકે છે. આધાર અને આધેય શાશ્વત છે. દ્રવ્ય અને પર્યાય શાશ્વત છે. પંચદ્રવ્ય શાશ્વત છે. નવ તત્વ શાશ્વત છે. કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી લેક શાશ્વત છે. બીજ અને અંકુરનો પ્રવાહ શાશ્વત છે. રાત્રી અને દિવસનો અનાદિ પ્રવાહ શાશ્વત છે, અનાદિ કાળથી સિદ્ધ અને સંસાર શાશ્વત છે. કર્તા અને ક્રિયા એ બે શાશ્વત છે, જન્મ અને મૃત્યુ, તેમજ દીપક અને પ્રકાશ વગેરે સર્વ પદાર્થો દુનિયામાં અનાદિ અનન્તકાળ સ્થિતિવાળા છે; તેથી તે શાશ્વતભાવો છે. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, પ્રભુએ ઉપદેશેલા શાશ્વતભાવો વિચારીને હેય, રોય અને ઉપાદેયનો વિવેક કરીને અનાદિ અનન્ત એવા આત્મામાં ખેલે; અર્થાત આત્માનું દ ન કરે; આત્મામાં તલ્લીન બનો.
For Private And Personal Use Only