________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) નદૃષ્ટિ કર્મરૂપ ઘૂંઘટ દૂર કરીને તેમને દેખે છે. એમ શ્રી આનંદના સમૂહને ભેગવનારા શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે.
પ ૨૦.
(રાગ ગોરી રાશાવરી ). શાક મુદ્દામન નારી. વધુ કાશ૦ || मेरे नाथ आप सुध लीनी, कीनी निज अंगचारी. ॥अबधू०॥१॥
ભાવાર્થ.–સમતા પિતાની મેળે હું સૌભાગ્યવંતી થઈ છું એમ કહે છે. અગર સમતા સૌભાગ્યવતી થઈ છે એમ ચેતનતા જણાવે છે. એમ બે રીતે ભાવાર્થ બે ગાથાપર્યત લાગે છે. ચેતના કહે છે કે હે અવધૂત આત્મન ! તમારી કૃપાથી સમતા આજ સૌભાગ્યવતી સ્ત્રી બની છે. અરે મારા પ્રાણપતિનાથ ! આપે તેની શુદ્ધિ લીધી છે અને તેને સ્વકીય અસંખ્યાત પ્રદેશ અંગચારી કરી છે, તે કાર્ય તમે બહુ રૂડું કર્યું છે. આપની તેમાં અત્યંત શભા વધી છે. હે આત્મસ્વામિનું ! આપની પ્રેમદષ્ટિ પડતાં આપની સ્ત્રી અત્યંત સહજ સુખ ભેગવવાને શક્તિમાન થાય છે. સમતાને આપે અંગચારી બનાવી છે, તેથી રાગરૂ૫ દ્ધો આપના ઉપર જય મેળવવાને શક્તિમાન થનાર નથી; તેમજ વરૂપ યોદ્ધો આપના ઉપ૨ જય મેળવવા શક્તિમાન થનાર નથી, સમતાની સલાહ પ્રમાણે આપ ચાલશે તેથી ક્રોધ૬મનનું આપના ઉપર જેર ચાલનાર નથી. ક્રોધથી અનેક મનુષ્ય પોતાનું મગજ ઠેકાણે રાખી શકતા નથી. કોધથી પિત્તનો પ્રકોપ થાય છે, ક્રોધથી ઉપયોગ ઘટે છે, કોધથી પુરૂષાર્થનો નાશ થાય છે, ક્રોધથી અનેક કર્યાવરણથી ઘેરાવું પડે છે, ક્રોધથી પિતાના મિત્રોને પ્રતિપક્ષી પોતે થાય છે. સમતાના પ્રતાપથી
ધનું આવાગમન થતું નથી. સમતાના પ્રતાપથી પક્ષપાત શત્રુની ગતિ નાશ પામે છે, સમતાના સંગથી કુમતિવેશ્યાનું જેર પ્રવર્તતું નથી, સમતાના સંગથી મમતારાક્ષસીનું જોર બિલકૂલ ચાલતું નથી. સમતા સ્ત્રીનું પરાક્રમ અદ્ભુત છે, સમતા સ્ત્રીની આંખ સામું શત્રુ જોઈ શકતો નથી. સમતા સ્ત્રીનાં શીતલ વચનોથી હે આત્મન ! અગ્નિસમાન ક્રોધ પણ શીતલ થઈ જાય છે. હે આત્મસ્વામિન્ ! આપે જે કાર્ય કર્યું છે તે ત્રણ ભુવનમાં સ્તુત્યકાર્ય કર્યું છે. આપ સમતાના સહવાસથી પરમશાંતિ મેળવી શકશે. આપની કૃપાદૃષ્ટિથી સમતા આનન્દમય બની છે. હવે આપની કૃપાથી તે શુભ શણગારોને સજે છે; તે જણાવે છે.
- ભા. ૭
For Private And Personal Use Only