________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
કરનાર દ્વેષ, વિશ્વાસઘાત, અશ્રદ્ધા, કુસંપ અને ક્લેશ, વગેરે અહિત કરનારા દુર્ગુણાનું રાજ્ય ટળે છે, જ્યાં પરસ્પર શુદ્ધ પ્રેમ હોય છે ત્યાં દ્વિધાભાવનું ક્રૂર રાજ્ય કદી પ્રવર્તતું નથી; શુદ્ધ પ્રેમમાં સ્વાર્થના છાંટા રહેતા નથી. શુદ્ધ પ્રેમમાં દોષદષ્ટિના સદાકાલ વિરહ હેાય છે. શુપ્રેમમાં નાના અને મેટાને ભેદભાવ રહેતા નથી. શુદ્ધપ્રેમમાં પરસ્પરનું એકજ મન હેાય છે. શુપ્રેમમાં પ્રાણ, તનુની પણ દરકાર રહેતી નથી. શુપ્રેમમાં પરસ્પરની એકષ્ટિથી સર્વને દેખવાનું હોય છે. શુપ્રેમની કદી કોઈનાથી કિંમત થઈ શકતી નથી. શુદ્ધ પ્રેમમાં દુઃખનું બિન્દુ પણ રહેતું નથી. શુપ્રેમની ખુમારી જેણે અનુભવી હેાય તેણે અનુભવી છે. ક્ષણિક પદાર્થોની પ્રાપ્તિ સારૂ અનેક પ્રકારની ઇચ્છા ધારણ કરનારાએના મનમાં શુપ્રેમનું સ્વમ પણ હાતું નથી. શુદ્ધપ્રેમમાં દ્વિધાભાવનું, સામ્રાજ્ય રહેતું નથી; પણ આનન્દનું સામ્રાજ્ય પ્રવર્તે છે. હવે આત્માને શુદ્ધચેતના ઉપર શુપ્રેમ થયો, શુદ્ધચેતનાના આત્મસ્વામી ઉપર શુપ્રેમ પ્રગટયો અને દ્વિધાભાવ ગયા; તેની સાથે મનની મેહુદોષરૂપ અશુદ્ધૃતા ( મલીનતા ) નષ્ટ થઈ. શુદ્ધચેતનાની વિનંતિથી આનન્દના સમૂહરૂપ આત્મસ્વામી પોતેજ સમતાની સેજે (શય્યામાં) ૫ધાર્યાં અને પેાતાના અનંતસુખના ભોક્તા થયા.
૫૬ ૨૧.
( IT વૈહાવજ. )
दुलह नारि तुं बडी बावरी, पिया जागे तुं सोवे ।
पिया चतुर हम निपट अयानी, न जानुं क्या होवे. ॥दुल० ॥ १॥
ભાવાર્થ,આત્મા ચોથા ગુણસ્થાનકમાં સમ્યકત્વ પામે છે. આત્મા ચોથા ગુઠાણે સભ્યતિજ્ઞાન અને સભ્યશ્રુતજ્ઞાન પામે છે. સુતિ ચોથા ગુડાણે ઉદ્ભવે છે. કેવલજ્ઞાનની દૃષ્ટિ તેરમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. અનુભવ કહે છે કે હે દુર્લભ કેવલજ્ઞાનદૃષ્ટિ ! તું કેમ સેાવે છે? તારા સ્વામી ચોથા ગુણસ્થાનકમાં જાગે છે. જ્યાંસુધી આત્મા તેરમા ગુણસ્થાનકમાં પ્રવેશ ન કરે ત્યાંસુધી કેવલજ્ઞાનદૃષ્ટિ પ્રગટતી નથી. કેવલજ્ઞાનાવરણીય કર્મના ઉદયથી કેવલજ્ઞાનદૃષ્ટિ પ્રગટતી નથી. ચેાથા ગુણસ્થાનકે આત્મા હોય છે, ત્યારે કેવલજ્ઞાનાવરણીય કર્મના ઉદયથી કેવલજ્ઞાનદૃષ્ટિ આચ્છાદિત થઈ હોય છે, તેથી તે આત્મસ્વામી જાગતાં છતાં પણ ઉંઘી ગયેલી ગણાય છે. અનુભવ.-શિખામણુભાવે કહે છે કે તું કેમ સુઈ રહી છે? ત્યારે કેવલજ્ઞાનદષ્ટિ કહે છે કે મારે સ્વામી આત્મા ત્રણ ભુવનના નાથ છે પણુ હું તે કેવલજ્ઞાનાવરણીય
For Private And Personal Use Only