________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩)
નહીં. મનની ચંચળતાથી ઉત્પન્ન થતા અનેક પ્રકારના વિકારે શમી ગયા. અત્યન્ત હૃદયને પીડનારી ઈષ્યરૂપ ૯હુ પણ શમી ગઈ અને મારા અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં જ્ઞાનાદિ અનેક ગુણો પ્રકાશ કરવા લાગ્યા; તેથી ખરેખરી હું આજ સૌભાગ્યવતી સ્ત્રી બની. હે અવધૂત આત્મન ! મારી આવી ઉત્તમ દશા થઈ તે આપની કૃપાનું જ ફળ છે. આપની કૃપાદૃષ્ટિથી દુઃખી મનુષ્ય પણ સત્ય સુખના ભોક્તા બને છે. મારી આવી ઉચ્ચ સુખમય દશા થઈ તેમાં આપની શોભા છે, એમ શ્રી આનન્દઘનજી કહે છે.
पद २१.
(૨ા જોડી.) निसानी कहा बताईं रे, तेरो अगम अगोचर रूप । रूपी कहुं तो कछु नहीं रे, बंधे कैसे अरूप ॥ रूपारूपी जो कहुं प्यारे, ऐसे न सिद्ध अनूप ॥ निसा०॥१॥
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, હે આ ત્મન્ ! મારી પાસે આવીને પૃછા કરનારા જિજ્ઞાસુઓને હું તારી શી નિશાની (ચિહ્નો જણ્વું. કારણ કે તારું ગમ પડે નહીં એવું સ્વરૂપ છે; તેમજ તું બાહ્યદૃષ્ટિથી અગોચર છે; તેથી લોકોને હું હારું સ્વરૂપ કયા લક્ષણથી ઓળખાવી શકુ? જો હું તને રૂપી કહું છું તે તું આંખે દેખાવો જોઈએ; તેમજ રૂપી તો જડ વસ્તુ હોય છે તેથી તને રૂપી કહું તે કશું તત્ત્વ પ્રાપ્ત થતું નથી. જે હું તને અરૂપી છે એમ કહું તે અનાદિકાળથી એકાંતે અરૂપી આત્મા આકાશની પેઠે બંધા ન જોઈએ; અરૂપી આત્મા શી રીતે કર્મરૂપ રૂપી પદાર્થથી બંધાઈ શકે? રૂપી અને અરૂપી બે કહું તે સિદ્ધપરમાત્મામાં એવું આત્માનું લક્ષણ ઘટતું નથી. વર્ણાદિમયરૂપી વસ્તુ છે તેવા કંઈ અનુપમ સિદ્ધપરમાત્મા નથી, માટે એમ પણ કહેતાં સમ્પર્ઘટના થતી નથી. દુનિયામાં જડવાદીઓ શરીર, રક્ત અને શ્વાસ, વગેરે રૂપીપદાર્થને આત્મા માને છે અને તેને સયોગ ટળે છે તેને આત્માનો નાશ માને છે. ભૂતવાદીઓ પંચભૂતથી ભિન્ન આત્માને માનતા નથી. પંચભૂતના સંગથી આત્મા ઉત્પન્ન થાય છે અને પંચભૂતને સંયોગ ટળતાં રૂપી એવા આત્માને નાશ થાય છે. આવા પ્રકારના રૂપી આત્માને માને વા ન માને તે સરખું નથી. એવા આત્માને માનવાથી શું? અથૉત્ કશું કંઈ નહીં. અનાદિકાળથી કેવલ શુદ્ધ, અરૂ૫ આત્મા છે, બંધ અને મુક્તિની તો
For Private And Personal Use Only