________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निसि अंधियारी धन घटारे, पाउं न वाटके फंद । करुणा करो तो निरवहु प्यारे, देखुं तुम मुख चंद.॥रीसा०॥४॥
ભાવાર્થ-શ્રી આત્મસ્વામીએ સુમતિની શિખામણ ધ્યાનમાં લીધી અને પોતે સુમતિના કથિત ઉપાયાનુસાર વર્તવા લાગ્યા. સુમતિએ આત્માનું સદ્વર્તન દેખી તે વાત શુદ્ધચેતનાને જણ્વી અને કહ્યું કે આમપતિ તારા ઉપર બહુ પ્રેમ રાખે છે અને હવે તને મળવા માટે આવવા ધારે છે, માટે તમારે હવે તે આત્મસ્વામિને મળવું જોઈએ. સતિ સ્ત્રીની ફરજ છે કે, તે પિતાના સ્વામિના મન પ્રમાણે વર્ત. સુમતિની આવી ઉત્તમ શિક્ષાને શુદ્ધચેતનાએ સ્વીકારી અને પિતાના સ્વામીને નમ્રતાથી વિનંતિ કરી કહેવરાવ્યું કે, હે સ્વામિન્ ! આપની કૃપા હોય તે આપની આજ્ઞાનું નિર્વહન કરૂં-અથવા આપ કૃપા કરીને અત્ર પધારશે; કારણ કે હું સ્ત્રી જાતિ છું તેથી અંધકારવાળી રાત્રીમાં મારાથી આવી શકાય તેમ નથી. તેનું કારણ બતાવતાં કહે છે કે, અજ્ઞાનરૂપી અંધકારવાળી રાત્રી છે તેમાં અંધકારની ઘનઘટા છે, અને રસ્તામાં ગમન કરતાં લેભાદિક અનેક દુષ્ટ શત્રુઓના ફન્દ-( કપટરચના) હેય છે. તેથી રસ્તામાં આવતાં સ્ત્રી જાત ઉપર અનેક પ્રકારની આપત્તિ આવી પડે. તેમજ હું સ્ત્રી જાત અનેક પ્રકારના ફન્દને પાર પામું નહીં માટે હે સ્વામિન્ ! અપ્રમત્ત, અપૂર્વકરણ, આદિ ગુણસ્થાનકને માર્ગ ઉલ્લંઘીને, તેરમાં ગુણસ્થાનકરૂપ ઘરમાં આવવા કૃપા કરે તે તમારા શુક્ર મુખરૂપ ચંદ્રમાનાં દર્શન થાય અને તેથી અનાદિકાળનો વિરહ ભાગે. રાત્રીના વખતમાં સતી સ્ત્રી અંધકારવાળી રાત્રીમાં જાય તે તે યોગ્ય નથી. પણ તમે પુરૂષ છે તે પુરૂષ, પિતાની સ્ત્રીના ઘેર અંધારી રાત્રીમાં શત્રુઓના અનેક કપટફન્દને નાશ કરીને આવી શકે છે; માટે હે આત્મસ્વામિનું ! બહુ કૃપા કરીને પધારે તે આપના મુખચંદ્રનાં દર્શન થાય. प्रेम जहां दुविधा नहीं रे, मेट कुराहित राज । आनन्दधन प्रभु आय बिराजे, आपही समता सेज.॥रीसा०॥५॥
ભાવાર્થ-શુદ્ધચેતનાની વિજ્ઞપ્તિ સાંભળી ચેતનસ્વામીના મનમાં અપૂર્વ પ્રેમ પ્રગટ. જ્યાં પ્રેમ હોય છે ત્યાં દ્વિધાભાવ હોતો નથી, પરસ્પર એકબીજાના મનમાં ભિન્નત્વ રહેતું નથી, મનમાં જુદું અને વાણુમાં જુદું આવી દ્વિધાભાવની દશા રહેતી નથી અને ક્રૂર, અહિત
૧ દિલદારે જ્યાં પ્રેમ છે ત્યાં હું ઠાકોર (મો) છું ઈત્યાદિ સંકુરણ થતી નથી.
For Private And Personal Use Only