________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ ) થયું છે કે, મારી સ્ત્રીને મળું તો ઠીકપણ તે વિચારે છે કે હું તો માયા, મમતા અને તૃષ્ણામાં રાચી રહ્યો છું તેથી હવે તે મારી પાસે આવનાર નથી ત્યારે હવે શો ઉપાય કરવો જોઈએ? આત્મા સુમતિને બેલાવીને પૂછે છે કે શુદ્ધચેતનાને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? ત્યારે સુમતિ કહે છે કે, હે સ્વામિન્ ! શુદ્ધચેતના રીસાણી છે તેને આપ પતેજ મનાવે. વિશ્વ-(વચ્ચે) ચેવટીઆ -દલાલ (વસિઠ)ને ફેરવવાની કોઈ જરૂર નથી. પોતાના હૃદયની વાત પરસ્પર મળીને કરવી તે સારી છે. હે આત્મસ્વામિન્ ! પિતાની સ્ત્રીને પોતેજ મનાવવી જેઈએ. જે તમારી સ્ત્રી પ્રતિ તમારી શુદ્ધ પ્રીતિ હોય તે અહંકાર મૂકીને તેની પાસે જાઓ. કારણ કે પ્રેમનો સાદો અગમ્ય છે. જેઓના મનમાં પરસ્પર પ્રેમ હોય તે જ પરસ્પર પ્રેમનું સ્વરૂપ જાણે છે; અને તેમાં જરામાત્ર ગમ પડતી નથી. પ્રેમની પરીક્ષાને કઈ જાણી શકતું નથી. પ્રેમ જે જે લે છે અને દે છે તેને તેની ખબર પડે છે. એમાં વચ્ચે દલાલ રાખ્યો હોય તો પણ પરસ્પરનો પ્રેમ તે જાણી શકતો નથી અને કહી શકતા નથી. મુખેમુખ પરસ્પર એકબીજાને મળવાથી પરસ્પર એકબીજાનું હૃદય, પ્રેમની સાક્ષી પુરે છે; માટે હે સ્વામિન ! આપ જાતે જઈને શુદ્ધચેતનાને મનાવો એજ મારી ભલામણ છે.
दो बातां जियकी करो रे, मेटो मनकि आंट । तनकी तपत बुझाइयें प्यारे, बचन सुधारस छांट. ॥रीसा०॥२॥
ભાવાર્થે –સુમતિ, શુદ્ધચેતનાને મનાવાનો ઉપાય આત્મસ્વાનીને જણાવે છે. હે સ્વામિન્ ! તમારે જે તેને મનાવાની ખાસ ઈચ્છા હોય તે તમારા જીવસંબંધની બે વાતો તેની સાથે કરે, અને તેથી તે તમારા પર પ્રસન્ન થશે. પ્રથમ તો તમારે મનમાંથી આંટી કાઢી, નાખવી જોઈએ; મનમાં જેની સાથે આંટી રહે છે તેની સાથે પ્રેમ રહેતું નથી અને પ્રેમ વિના તે મળનાર નથી. પરસ્પરને સંગ કરનાર પ્રેમ છે, ગમે તેનું પ્રેમ આકર્ષણ કરી શકે છે. પ્રથમ તો તમારે મનમાં કોઈ જાતની પરભાવરમણુતારૂપ આંટી ગુટી રાખવી નહીં. તમારા મનમાં પરભાવરમણુતારૂપ આંટી હોય અને તમે શુદ્ધચેતનાને મનાવો, એ બે વાત–ભસવું અને આ ફાકવો તેની પેઠે-કેવી રીતે બની શકે? ક્રોધ, માન, માયા, લેભ, ઈ, નિન્દા, અજ્ઞાન અને દ્વેષ આદિ પરભાવ આંટીને કાઢી નાખશે તોજ તેને તમે મનાવી શકશે. બીજી વાત એ છે કે તમે શરીરના તાપને શાંત કરી દે. તમે જે
For Private And Personal Use Only