________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
પર ૨૪.
(ા સા.) अनुभव तूं है हेतु हमारो, अनुभव०॥ आय उपाय करी चतुराई, औरको संग निवारो. ॥अनु०॥१॥
ભાવાર્થ-સમતાએ અનુભવના હૃદયમાં આત્માની હું ખરી પતિવ્રતા સ્ત્રી છું એમ ઠસાવ્યું અને અનુભવે તે વાત કબુલ કરી; ત્યારે પુનઃ સમતા કહે છે કે, હે અનુભવ ! મારા આત્મપતિની સાથે મેળાપ કરાવવામાં તું મને પુષ્ટ હેતુ છે; તારા વિના કેઈ મને આત્મપતિની સાથે સંબંધ કરાવનાર નથી. તે અનુભવ નામને યથાર્થ ધારણ કરે છે, આત્માને પણ હું તેની ખરી સ્ત્રી છું એમ અનુભવ કરાવનારજ તું જ છે. માટે મારે તે જે કંઈ કહેવું હશે તો તે તને કહીશ; માટે હે અનુભવ ! તમે મારા આતમસ્વામિની પ્રાપ્તિનો ગમે તે ઉપાય વા ગમે તે ચતુરાઈ કેળવે અને માયા, મમતા, આશા, કુમતિ, વગેરે અન્ય સ્ત્રીઓને સંગ ટાળે અને મારા સંબંધમાં જ આમા રહે એમ કળા કેળો. હે અનુભવ ! મારા સ્વામીને માયા આદિ દુષ્ટ કુલટા સ્ત્રીઓ પર પ્રેમ ન રહે, તેઓમાં સુખની બુદ્ધિ ન રહે, તેઓની ચાલ ખરાબ ભાસે, તેઓએ તેમને દુઃખ આપ્યું અને તેમનું ધન લુંટી લીધું ઇત્યાદિ સર્વ વાત, તેમના લક્ષ્યમાં આવે, એમ તમે મારા સ્વામીને સમજાવો. તમારા સમજાવ્યાથી મારા સ્વામીને સ્વકીય ખરી સ્ત્રીનો અનુભવ આવશે, માટે જે જે રીતિથી તેમના હદયમાં મારાપર ખરે પ્રેમ પ્રગટ થાય છે તે રીતિથી મારા સ્વામીને તમને સમજાવો અને કુલટાના પાશમાંથી મારા સ્વામીને છોડાવે. અને નુભવમાં અલૌકિક સામર્થ્ય રહ્યું છે એવું જાણીને સમતા, અનુભવને પિતાનું વૃત્તાંત જણાવે છે, અને તેથી તે અનુભવને આમ વિજ્ઞપ્તિ કરે છે. સમતા અને આત્મા એ બેને સાક્ષાત પ્રત્યક્ષ સમ્બધ કરાવી આપના૨ અનુભવ છે. કેવલજ્ઞાનનો અનુભવજ્ઞાન એક લઘુ ભ્રાતા છે. કેઈ પણું તત્ત્વને અનુભવ થયા વિના રસ ઉત્પન્ન થતો નથી. સમતા ઉત્પન્ન થાય છે ત્યારે અનુભવજ્ઞાન પ્રગટે છે, માટે અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે પ્રથમ સમતાને પ્રગટ કરવી; કે જેથી અનુભવને મળી શકાય,
तृष्णा रांड भाडरी जाइ, कहा घर करे सवारो। शठ ठग कपट कुटुंबही पोखे, मनमें क्युं न विचारो ॥अनु०२ १ (पाठान्तर) उनकी संगतिवारो ॥
ભ. ૫
For Private And Personal Use Only