________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) બુદ્ધિનો નાશ થાય છે અને પોતાની શુદ્ધચેતના પ્રગટે છે અને તેથી બેનેને વિરહ ભાગે છે. શુદ્ધચેતના અને ચેતનની વિરહદશામાં દુઃખના સાગરે પ્રકટે છે, સાત પ્રકારના ભયનું દુ:ખ ઉત્પન્ન થાય છે, જન્મજરા અને મરણના ભયથી હૃદય ધડકે છે, જરા માત્ર પણ શાંતિ મળતી નથી; આંધળાની પેઠે અગમ્યસ્થાનમાં પણ ગમન કરવું પડે છે. અનુભવી કહે છે કે, હવે તો હૃદયમાં જ્ઞાનસૂર્યને પ્રભાત થવાથી શુદ્ધચેતના અને ચેતનનો સબધ થયો; બન્નેનો વિરહ ભાગતાં આનન્દને ઉભરે ઘટમાં પ્રગટે છે. फैली चिहुं दिसि चतुरा भाव रूचि, मिट्यो भरम तम जोर ॥ आपकी चोरी आपही जानत, औरे कहत न चोर. ॥ मेरे०॥२।।
ભાવાર્થ-જ્ઞાનરૂપ સૂર્યને હૃદયમાં ઉદય થવાથી ચારે દિશાએ ચતુર શુદ્ધધર્મરમાણુ ભાવરૂચિરૂપ પ્રકાશને ફેલાવે છે, અને મિથ્યાત્વ ભ્રમરૂપ અન્ધકારનું જોર ટળ્યું, તેથી પોતાનામાં રહેલા ગુણેનું દર્શન થયું; વિવેકદષ્ટિવડે સર્વ પદાર્થો જેવા રૂપમાં છે તેવા રૂપમાં સમ્યપણે જોયા. જડપદાર્થો જડના લક્ષણવડે ભિન્ન જણાયા અને આત્મા પોતાના જ્ઞાનાદિ લક્ષણ વડે ભિન્ન દેખાયો. પરજડવતુએમાં અનાદિકાળથી અજ્ઞાન ભ્રાંતિથી આત્મા અહં અને મમત્વભાવને ધારણ કરે છે. જડવસ્તુમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વરૂપ ભ્રાંતિને ધારણ કરી નાહક સુખ અને દુઃખની કલ્પના કરી પોતાના આત્માને પોતે -મૂર્ખ જીવ, જંજાળમાં નાખે છે. અજ્ઞાનાવસ્થામાં આત્મા પોતેજ આડામાર્ગે ચાલવાથી પિતાનો શત્ર બને છે, તેમજ પોતેજ પિતાના ગુણેને ચાર બને છે. આત્મા પિોતેજ પિતાનો બન્યું છે, અને પોતેજ પિતાને ઉદ્ધાર કરે છે, આત્મા પોતેજ ચતુર્ગતિરૂપ સંસારમાં પોતાની ભૂલથી પરિભ્રમણ કરે છે. હાડકામાં લેહી નહીં હોવા છતાં શ્વાન તેને ચૂસે છે અને પિતાનું લોહી હાડકામાં પડે છે તેને ચાખીને એમ માને છે કે હું હાડકામાંથી રકત ચૂસું છું. તેમજ શ્વાન આરીસામાં પોતાના પ્રતિબિબને દેખી ભસે છે અને તેથી ભય પામી પ્રસંગે નાશી જાય છે. સિંહની ગુફામાં સિંહ, મેઘની ગર્જનાને અન્ય સિંહની ગર્જના માની પિતાની મેળે માથું પછાડી મરણ પામે છે, તેમ આત્મા ભ્રાંતિથી પોતાના ગુણને પોતેજ ચાર બને છે અને અજ્ઞાનરૂપ ભ્રાંતિથી પિતાના ગુણાનો સ્વયે નાશ કરનારો બની પોતે જ પોતાને શત્રુ બને છે. પિતાની ઋદ્ધિનો અજ્ઞાનદશામાં પોતેજ છુપાવનાર હતો તેથી પોતે ચાર હતો, પણ કોઈ અન્ય ચાર નહોતો એમ હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્ય પ્રગટ થતાં જણાયું.
For Private And Personal Use Only