________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) પુય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ આ નવ તત્ત્વમાં પણ જીવની પ્રથમ ગણુના છે, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય, કાલ અને ચેતનાસ્તિકાય એ છ દ્રવ્યમાં ચેતન દ્રવ્ય, ચેતના શક્તિ વડે સર્વ દ્રવ્યોને જાણે છે અને દેખે છે. ચેતનવિના કોઈ દ્રવ્યને જાણી શકાય નહી અને દેખી શકાય પણ નહીં. અનેક પ્રકારનાં પ્રણય અને પાપને કતૉ આમા છે પુણ્ય અને પાપને ભક્તા પણ આમા છે, ધર્મધ્યાનાદિવડે પુણ્ય અને પાપનો ક્ષયકર્તા પણુ આત્મા છે. આત્માની સમભિરૂઢનયવડે પ્રાપ્તિ તેરમાં ગુણસ્થાનકમાં થાય છે. આમાને પોતાના ઘરમાં આવવાનો માર્ગ પ્રથમ ગુણસ્થાનકથી છે, ગુણસ્થાનક ચઉદ છે તેના નામ નીચે મુજબ છે. ૧ મિથ્યાવ જુનस्थानक, २ सास्वादन गुणस्थानक, ३ मिश्र गुणस्थानक, ४ अविरतिसम्यग्दृष्टि गुणस्थानक, ५ देशविरति, ६ सर्वविरति, ७ अप्रमत्त, ८ निवृत्ति गुणस्थानक, ९ अनिवृत्ति गुणस्थानक, १० सूक्ष्मसंपराय, ११ उपशान्त गुणस्थानक, १२ क्षीणमोह गुणस्थानक, १३ सयोगिकेवली गुणस्थानक सने १४ अयोगी केवलि ગુજસ્થાન. આ ચઉદ ગુણસ્થાનક છે તે મુકિતનો માર્ગ છે. મુક્તિરૂપ મહેલનાં ચઉદ પગથીયાં છે, ગુણસ્થાનકમાં રહેલી સમતારૂપ સ્ત્રી પોતાના ચેતનસ્વામીની ગુણસ્થાનકરૂપ વાટથી રાહ જુવે છે અને પિતાના ત્યાં પધારવાની વિજ્ઞપ્તિ કરે છે.
जवहरी मोल करे लालका, मेरा लाल अमोला। ज्याके पटतर को नहीं, उसका क्या मोला. ॥ निश० ॥ २ ॥
ભાવાર્થ-ઝવેરી, લાલ માણેકની કિંમત કરે છે, પણ મારા આત્મપતિ લાલની તો કિંમત જ થતી નથી માટે તે અમૂલ્ય ગણાય છે. ઝવેરી આત્મામાણેકની કદી કિંમત કરી શકતો નથી, તેથી મારા સ્વામીની મહત્તાનો પાર રહેતું નથી. માણેક વગેરેને તો શરીર પર ધારણું કરવામાં આવે છે, તેમજ લાલ માણેક વગેરેને છાતી વિગેરે પર આભૂષણમાં ધારણ કરવામાં આવે છે પણ હૃદયમાં ધારણું કરી શકાતું નથી તેથી પરંતર રહે છે, પણ મારે આત્મલાલ તે હૃદયમાં જ રહેતો હોવાથી કેાઈ જાતનું પટંતર નથી; તેથી જેનું હૃદયથી પરંતર (આંતરું ) ન હોય તેનું શું મૂલ્ય? અર્થાત્ તે અમૂલ્ય ગણાય છે. દુનિયામાં હૃદયથી પરંતર નહિ રાખનારા મિત્રે પણું દુર્લભ છે અને તેથી તે અમૂલ્ય ગણાય છે. બાહ્યમાણે કોની એકસરખી કિંમત હોતી નથી, અને તેઓનું તેજ પણ માણેક પ્રતિ ભિન્ન ભિન્ન હોય છે.
For Private And Personal Use Only