________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ર ) રસભૂત છે. ઘટથી ઘટનું રૂપ ભિન્ન નથી તેમ મારાથી મારા સ્વામી ભિન્ન નથી. અમારે બેનો એકાંત સમ્બન્ધ છતાં સ્વામિનાથ મમતાના સંગમાં રંગાઈ ગયા તેમાં બેની હાંસી થાય છે; કારણ કે જગતું એમ કહે કે અહીં એકાંતસમ્બન્ધ હતો અને કેમ ભેદ પડશે? એમ કહીને લેકે હાંસી કરે તેમાં મારી અને તેમની શેભા નથી.
समजत नांहि निठुर पति एती, पल एक जात छमासी । आनन्दधन प्रभु घरकी समता, अटकली और लखासी.॥अ०३
ભાવાર્થ-હે અનુભવ ! મારે પતિ મારી દશાને સમજી શકતો નથી. માયા અને મમતારૂપ કુલટા સ્ત્રીઓના પાશમાં પડીને કીર્તિ, ધન, પ્રતિષ્ઠા, સુખ અને વીર્યાદિ સર્વ શકિતનો નાશ કરે છે અને દુઃખના પાશમાં સપડાયા અને સપડાય છે, તેની પણ મારા પતિને સમજણ પડતી નથી. દયાહીન ક્રુર (નિષ્કર) પતિ કંઈ પણ મારી વાત લક્ષ્યમાં લેતા નથી, કે અરે સતી સ્ત્રીને પતિના વિરહે એક પલ પણ છ માસ સરખી લાગે છે. સમતાની આવી વિજ્ઞપ્તિ અનુભવે સાંભળી તેથી તેણે અનુમાનથી જોયું કે આત્માની ખરી સ્ત્રી સમતા છે. માયા અને મમતા ખરી સ્ત્રીઓ નથી અને સમતા તેજ ખરી સ્ત્રી છે. માયા અને મમતા જાઠી સ્ત્રીઓ છે એમ નિશ્ચય કર્યો. આનન્દઘનજી મહારાજ કહે છે કે, આનંદના સમૂહરૂ૫ આત્માની ખરી સ્ત્રી સમતા છે, બીજી જૂઠી છે એમ અનુભવના સંબંધે આત્માએ જાણ્યું ત્યારે તેણે પોતાની ભૂલ કબુલ કરી અને સમતાની વિજ્ઞપ્રિપર પૂર્ણ વિશ્વાસ આવ્યો. સમતાના લક્ષણથી અને તેના શુદ્ધ પ્રેમથી આનંદઘનપ્રભુએ જાણ્યું કે આજ ઘરની ખરી સ્ત્રી છે. આત્માએ પોતાના જ્ઞાનથી સમતાને પિતાની સ્ત્રી તરીકે જાણી લીધી એટલે હવે સમતાને આનન્દને પાર રહ્યો નહીં. સમતાએ પિતાના અન્તઃકરણના પ્રેમથી આત્માને પિતાના પ્રતિ ખેંચી લીધે. આ ત્માએ જ્યારે સમતાને પોતાની જાણ ત્યારે હવે મમતાના તરફ કેમ પ્રેમ ધારણ કરી શકે? અલબત તે પ્રેમ ધારણ કરી શકે નહીં. આમા પિતાની સ્ત્રી સાથે રહીને અર્થાત દરેક કાર્ય સમતાને હૃદયમાં રાખીને કરવા લાગ્યું અને તેથી તે સહજ નિર્મલ આનન્દન ઘન (સમૂહ) ભેગવવા લાગ્યો અને તેથી તે આનન્દઘન એવું પિતાનું નામ સફલ કરવા લાગ્યા. આ પદનો ભાવાર્થ હદયમાં ઉતારી પ્રત્યેક આત્માઓએ સમતા એ પોતાની શુદ્ધ પરિબતિ છે એવો નિશ્ચય કરી સમતા ધારણ કરવા પ્રયત્ન કરો.
For Private And Personal Use Only