________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) એકતાન થએલા હારા આત્મારૂપ સ્વામી મહારાજાની સાથે યુદ્ધ કરવાને યુદ્ધ ભૂમિમાં આવ્યા. અને જ્યાં મહારાજાની સત્તા હતી ત્યાંજ તેને પિતાના વીર્યથી તરવારવડે છેદી નાંખે. એ મેહનીય કર્મ સર્વ કર્મમાં બળવાનું છે, તેને નાશ કરતાં સર્વ કર્મનો નાશ થાય છે. દશમ ગુણસ્થાનક પર્યત મેહનીયકર્મ હોય છે. આત્માએ શૂરવીરતા ધારણ કરીને, લાગ જોઈને, મેહનો વિચ્છેદ કર્યો તેથી તેનું પરાક્રમ જોઈને શૂરાનાં મુખમાંથી એ ઐ આહા આ કેવું પરાક્રમ! આ શું કર્યું? કે બળવાન આત્મા યુદ્ધો !!! એવી દવનિ પ્રગટ થઈ. શૂરાઓએ આત્માની પ્રશંસા કરી. શુદ્ધચેતના કહે છે કે હે સ્થિરતા નામની બીજી સખી! ને તો ખરી ! આ કેવું મારા સ્વામીનું પરાક્રમ. હવે જો તે મેહનો નાશ કરીને શું પ્રાપ્ત કરે છે તે હું તને જણાવું છું. केवल कमला अपच्छरसुंदर, गान करे रस रंग भरीरी; जीत निशान बजाई बिराजे, आनन्दधन सर्वगधरीरी॥आतम०॥३॥ - ભાવાર્થ –હવે તે શત્રુને છેદ કરીને મારા સમ્મુખ આવવા લાગ્યા. કુમતિ તો મૃત્યુ પામી. હવે તો તે મારા સમુખ એકસ્થિર એકાગ્રતાનથી આવવા લાગ્યા, બારમા ગુણસ્થાનકની ભૂમિ ઉલ્લંધીને તેરમાં ગુણસ્થાનકની ભૂમિમાં પ્રવેશ કરતાં શુદ્ધચેતના કે જેને કેવલ જ્ઞાનરૂપ લક્ષ્મી સ્ત્રી કહે છે તે જ હું છું અને હું મારા સ્વામીને ભેટી પડી અને તેઓશ્રીની સાથે મારે સાદિ અનંતમાં ભાંગે સંબંધ થયો. મારી મુલાકાતની ખાતર જિતના ડંકા વગાડ્યા. શુદ્ધચેતના કેવલ જ્ઞાનરૂપ લક્ષ્મી છે. તે કહે છે કે આનંદનો ઘન એવા મારા સ્વામીના અસંખ્યાત પ્રદેશરૂ૫ શરીરને ધારણ કરનારી હું થઈ તેરમા ગુણસ્થાનકથી ચતુર્દશમા ગુણસ્થાનકમાં જવાય છે. અ-ઈ-ઉ--અને-લૂ એ પાંચ હસ્વ અક્ષરના ઉચ્ચારણ કાળ જેટલે ચતુર્દશમ ગુણસ્થાનકને કાળ છે ત્યાં તેટલે કાળ રહીને આત્મા સિદ્ધબુદ્ધ પરમાત્મા થાય છે. સંપૂર્ણ પ્રકારે કર્મશત્રુનું ઉન્મેલન કર્યા બાદ સિદ્ધામા કેવલ લક્ષ્મી સાથે રહે છે. એક સમયમાં જગતમાં રહેલા સર્વ પદાર્થોને જાણે છે. કેવલ જ્ઞાન. લક્ષ્મીવડે સમયે સમયે સિદ્ધાત્મા અનન્ત સુખ ભેગવે છે. તે જન્મ, જરા અને મૃત્યુના દુ:ખથી મુક્ત થયા હોય છે. શુદ્ધ ચેતના કહે છે કે હે સ્થિરતા સખી ! મારા સ્વામીની ઉત્તમ દશા અને સમયે સમયે થતું અનત સુખ, ત્રણ ભુવનનું સ્વામિત્વ અને અનન્ત ગુણરૂપ પરિકર આવી સાહેબી અન્ય કેઈ ઠેકાણે દીઠી કે અનુભવી નથી, તેમજ સાંભળી પણું નથી. મારા આનન્દના સમૂહભૂત આત્માએ મને પ્રદેશ પ્રદેશે
For Private And Personal Use Only